એક લોલકનાં ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવે છે. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમના $9$ વિભાગ વર્નિયર માપક્રમના $10$ વિભાગને સમાન છે. મુખ્ય માપક્રમનો એક વિભાગ $1\, {mm}$ નો છે. મુખ્ય માપક્રમનું અવલોકન $10\, {mm}$ અને વર્નિયર માપક્રમનો $8$ મો કાંપો મુખ્ય માપક્રમના એક કાંપા સાથે સંપાત થાય છે. જો આપેલ વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ $0.04\, {cm}$ હોય, તો લોલકની ત્રિજ્યા $...... \,\times 10^{-2} \,{cm}$ હશે.

  • [JEE MAIN 2021]
  • A

    $0.52$

  • B

    $520$

  • C

    $5.2$

  • D

    $52$

Similar Questions

પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં $0.2\, mm$ ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો $0$ મુખ્ય માપક્રમના $8.5\, cm$ અને $8.6\, cm$ ની વચ્ચે છે અને વર્નિયરનો $6$ મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ $cm$ હશે. (લઘુત્તમ માપશક્તિ $=0.01\, cm )$

  • [JEE MAIN 2021]

ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનાં વર્નિયર માપકમ પર $50$ કાપા છે, જે મુખ્ય માપના $49$ મા કાપા સાથે બંધ બેસે છે. જો મુખ્ય માપના એક વિભાગનું મૂલ્ય $0.5\, mm$ હોય તો તેના વડે મપાતા અંતરમાં ન્યૂનતમ અચોકસાઈ કેટલી મળે ?

$1 \mathrm{~mm}$ પેચવાળા સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલમાં $100$ વિભાગો (કાપા) છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી $5$ કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેનથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે $4$ રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે.જ્યારે વર્તુળાકાર સ્કેલનો $60$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ. . . . . .છે.

  • [JEE MAIN 2024]

વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના $10$ કાપા મુખ્ય સ્કેલના $9$ કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો $1\,mm$ નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના $30$ માં અને $31$ માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો $6^{\text {th }}$ (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... $cm$ થશે.

  • [JEE MAIN 2022]

સ્ક્રૂગેજ માટે પીચ $1\, mm$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી $8$ કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો $72$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... $mm$ છે.

  • [JEE MAIN 2021]