પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં $0.2\, mm$ ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો $0$ મુખ્ય માપક્રમના $8.5\, cm$ અને $8.6\, cm$ ની વચ્ચે છે અને વર્નિયરનો $6$ મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ $cm$ હશે. (લઘુત્તમ માપશક્તિ $=0.01\, cm )$

  • [JEE MAIN 2021]
  • A

    $8.36$

  • B

    $8.54$

  • C

    $8.58$

  • D

    $8.56$

Similar Questions

ટ્રાવેલીગ માઈક્રોસ્કોપની મદદથી કાચના ચોસલા (slab) નો વકીભભવનાંક શોધવા માદે નીચે મુજબના અવલોકનો મળે છે. $50$ વર્નિયર સ્કેલના વિભાગ$=49\  MSD$ (મુખ્ય સ્કેલના વિભાગો) દરેક $cm$ ની લંબાઈમાં મુખ્ય સ્કેલ ઉપર $20$ વિભાગો છે. પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવલોકન

$\text { M.S.R }=8.45 \mathrm{~cm}, V.C =26$

ચોસલામાંથી જોતાં પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવોલક્ન$\text { M.S.R }=7.12 \mathrm{~cm}, V . C=41$

કાચની સપાટી ઉપરના પાવડર કણો માટેનું અવલોકન$\text { M.S.R }=4.05 \mathrm{~cm}, \mathrm{~V} . \mathrm{C}=1$

કાચના ચોસલાનો વક્કીભવનાંક. . . . .થશે.($M.S.R$. = મુખ્ય સ્કેલ પરનું અવલોકન$V.C$. = વર્નિંયર કેલીપર્સના કાપા)

  • [JEE MAIN 2024]

એક વસ્તુની જાડાઈ માપવા માટે એક $0.1\;cm$ પેચઅંતર અને વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા ધરાવતો સ્ક્રૂગેજ વાપરવામાં આવે છે. તેના દ્વારા મપાતું સાચું અવલોકન કેટલું હશે?

  • [JEE MAIN 2020]

એક પ્રિઝમનો પ્રિઝમ કોણ માપવા વપરાતા એક સ્પેક્ટ્રોમીટર નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે:

મુખ્ય માપનું અવલોકન : $58.5$ ડિગ્રી

વર્નિયર માપનું અવલોકન : $9$ મો કાપો મુખ્ય માપનાં એક કાપાનું મૂલ્ય $0.5$ ડિગ્રી છે. વર્નિયર માપ પરનાં કુલ $30$ કાપા છે જે મુખ્ય માપનાં $29$ કાપા બરાબર થાય છે. તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી પ્રિઝમનો પ્રિઝમ કોણ (ડિગ્રીમાં) કેટલો થાય?

  • [AIEEE 2012]

જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ $0.5 \,{mm}$ જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલનો $20$ મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન ($mm$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]

વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ $a\;cm$ છે અને વર્નિયર માપક્રમના $n$ વિભાગ મુખ્ય માપક્રમના $( n -1)$ વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ $mm$ માં કેટલી હશે?

  • [JEE MAIN 2021]