વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના $10$ કાપા મુખ્ય સ્કેલના $9$ કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો $1\,mm$ નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના $30$ માં અને $31$ માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો $6^{\text {th }}$ (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... $cm$ થશે.

  • [JEE MAIN 2022]
  • A
    $3.02$
  • B
    $3.06$
  • C
    $3.10$
  • D
    $3.20$

Similar Questions

વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો $N$ મો કાપો ગૌણ સ્કેલના $(N + 1 )$ માં કાપા સાથે એકરૂપ થાય છે. જો મુખ્ય સ્કેલના દરેક કાપા $a$ એકમ હોય, તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય?

  • [AIEEE 2012]

વર્નિયર કેલીપર્સમાં બંને જડબા બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો ડાબી બાજુ ખસે છે અને તેનો $4$ (ચોથો) વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ વિભાગ સાથે બંધ બેસતો આવે છે. જો વર્નિયર સ્કેલના $50$ વિભાગો મૂખ્ય સ્કેલના $49$ વિભાગો બરાબર થાય અને અવલોકનમાં શૂન્ય ત્રુટિ $0.04 \mathrm{~mm}$ હોય તો મુખ્ય સ્કેલનાt $1 \mathrm{~cm}$ માં કેટલા વિભાગ હશે ?

  • [JEE MAIN 2024]

$0.5\,mm$ પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ $6.8\,cm$ લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન $1.5\,mm$ અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $7$ મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ $cm^2$ થશે.

[સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $50$ કાપા છે]

  • [JEE MAIN 2022]

વિદ્યાર્થી $A$ અને વિદ્યાર્થી $B$ સમાન પીચ ધરાવતા અને $100$ વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય $0.322\, {cm}$ છે. વિદ્યાર્થી $A$ અને $B$ દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે?

[જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ $O$ સંદર્ભની સ્થિતિ દર્શાવે છે]

આપેલ : પીચ $=0.1 \,{cm}$.

  • [JEE MAIN 2021]

જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ $0.5 \,{mm}$ જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલનો $20$ મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન ($mm$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]