$3$ અને $4$ વચ્ચેની છ સંમેય સંખ્યાઓ શોધો.
સંખ્યાઓ $3$ અને $4$ ની વચ્ચે અનંત સંમેય સંખ્યાઓ હોઈ શકે છે. તેને મેળવવાની રીત નીચે મુજબ છે.
ધારોકે $x = 3$, $y = 4$, અને $n = 6$.
$x$ અને $y$ વચ્ચેની ($3$ અને $4$ વચ્ચે) $n(= 6)$ સંમેય સંખ્યાઓ મેળવવા માટે $d=\frac{y-x}{n+1}=\frac{4-3}{6+1}=\frac{1}{7}$
$\therefore d=\frac{1}{7}$
$3$ અને $4$ વચ્ચેની છ સંમેય સંખ્યાઓ $x+d, \,x+2 d, \,x+3 d, \,x+4 d, \,x+5 d$ અને $x + 6d$ છે.
પહેલી સંખ્યા $x+d=3+\frac{1}{7}=\frac{22}{7}$
બીજી સંખ્યા $x+2 d=3+\left(2 \times \frac{1}{7}\right)=3+\frac{2}{7}=\frac{23}{7}$
ત્રીજી સંખ્યા $x+3 d=3+\left(3 \times \frac{1}{7}\right)=3+\frac{3}{7}=\frac{24}{7}$
ચોથી સંખ્યા $x+4 d=3+\left(4 \times \frac{1}{7}\right)=3+\frac{4}{7}=\frac{25}{7}$
પાંચમી સંખ્યા $x+5 d=3+\left(5 \times \frac{1}{7}\right)=3+\frac{5}{7}=\frac{26}{7}$
છઠ્ઠી સંખ્યા $x+6 d=3+\left(6 \times \frac{1}{7}\right)=3+\frac{6}{7}=\frac{27}{7}$
આમ, $3$ અને $4$ વચ્ચેની છ સંમેય સંખ્યાઓ $\frac{22}{7}, \,\frac{23}{7},\, \frac{24}{7}, \,\frac{25}{7}, \,\frac{26}{7}$ અને $\frac{27}{7}$ મળે છે.
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો :
$(i)$ $2-\sqrt{5}$
$(ii)$ $(3+\sqrt{23})-\sqrt{23}$
$(iii)$ $\frac{2 \sqrt{7}}{7 \sqrt{7}}$
$(iv)$ $\frac{1}{\sqrt{2}}$
$(v)$ $2 \pi$
$7 \sqrt{5}, \,\frac{7}{\sqrt{5}}, \,\sqrt{2}+21, \,\pi-2$ એ અસંમેય સંખ્યાઓ છે કે નહિ ? ચકાસો.
$\frac{1}{7+3 \sqrt{2}}$ ના છેદનું સંમેયીકરણ કરો.
જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો.
સાબિત કરો કે $0.3333... =$ $0 . \overline{3}$ ને $p$ પૂર્ણાક હોય અને $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p,\, q$ માટે $\frac {p }{q }$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.