વર્ગ-પ્રવૃત્તિ : વર્ગમૂળ કુંતલની (Spiral) રચના : એક મોટો કાગળ લો અને નીચે બતાવેલી પદ્ધતિથી 'વર્ગમૂળ કુંતલ'ની રચના કરો. સૌથી પહેલાં એક બિંદુ $O$ લો અને એકમ લંબાઈનો રેખાખંડ $OP_1$ દોરો. $OP_1$ ને લંબ હોય તેવો એકમ લંબાઈનો રેખાખંડ $P_1P_2$ દોરો. (આકૃતિ જુઓ.) હવે રેખાખંડ $OP_2$ પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ $P_2P_3$ દોરો. ત્યાર પછી રેખાખંડ $OP_3$ ૫૨ એકમ લંબાઈનો લંબ રેખાખંડ $P_3P_4$ દોરો. આ જ રીતે આ પ્રક્રિયા ચાલુ રાખીને રેખાખંડ $OP_{n-1}$ પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ $P_{n-1}P_n$ મેળવી શકાય છે. આમ, આપણે $O , \,P _{1},\,P _{2},\,P _{3} $ ....... $P _{n}$. ...... બિંદુઓ મેળવી શકીશું અને તેમને જોડતાં $\sqrt{2}, \sqrt{3}, \sqrt{4},$ ....... ને દર્શાવતું સુંદર વર્ગમૂળ કુંતલ મળશે.
$8 \sqrt{15}$ નો $2 \sqrt{3}$ વડે ભાગાકાર કરો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i)$ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.
$(ii)$ દરેક પૂર્ણાક એ સંમેય સંખ્યા છે.
$(ii)$ દરેક સંમેય સંખ્યા એ પૂર્ણાક છે.
$\frac{1}{17}$ ની દશાંશ-અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ?
તમે જાણો છો કે $\frac{1}{7}=0 . \overline{142857}$ છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર $\frac{2 }{7},\, \frac{3}{7}$, $\frac{4}{7},\, \frac{5}{7}, \,\frac{6}{7}$ ની દશાંશ-અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો ? જો હા, તો કેવી રીતે ?
સંખ્યારેખા પર $\sqrt 3$ દર્શાવો.