$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $\frac {p}{q}$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો.
$(i)$ $0 . \overline{6}$
$(ii)$ $0 . 4\overline{7}$
$(iii)$ $0 . \overline{001}$
$(i)$ ધારો કે $x=0 . \overline{6}$
$\therefore x=0.6666$ .......... $(1)$
અહીં દશાંશ ચિહ્ન પછી એક અંક $(6)$ નું પુનરાવર્તન થાય છે. આથી સમીકરણ $(1)$ ની બંને બાજુ $10$ વડે ગુણો.
$\therefore 10 x=10 \times 0.6666$.......
$\therefore 10 x=6.6666$ ....... $(2)$
સમીકરણ $(2)$ માંથી સમીકરણ $(1)$ બાદ કરો.
$\therefore 10 x-x=6.6666 \ldots-0.6666$..........
$\therefore 9 x=6.0000$..........
$\therefore x=\frac{6}{9} \quad \therefore x=\frac{2}{3}$
$(ii)$ ધારો કે $x=0.4 \overline{7}$
$\therefore 10 \times x=10 \times 0.4 \overline{7}$ (બંને બાજુ $10$ વડે ગુણો)
$\therefore 10 x=4.777 \times 10$ ......... $(1)$
અહીં દશાંશ ચિહ્ન પછી એક અંક $(7)$ નું પુનરાવર્તન થાય છે.
આથી સમીકરણ $(1)$ ની બંને બાજુ $10$ વડે ગુણો.
$\therefore 10 x \times 10=4.777 \times 10$
$\therefore 100 x=47.777$ ......... $(2)$
સમીકરણ $(2)$ માંથી સમીકરણ $(1)$ બાદ કરો.
$100 x-10 x=47.777 \ldots-4.777 \ldots$
$\therefore 90 x=43.000 \ldots$
$\therefore x=\frac{43}{90}$
$\therefore 0.4 \overline{7}=\frac{43}{90}$
$(iii)$ અહીં દશાંશ ચિહ્ન પછી ત્રણ અંક $0,\, 0 $ અને $1$ નું પુનરાવર્તન થાય છે.
ધારો કે $x=0.001001001$ ......... $(1)$
આથી $x$ ને $1000$ વડે બંને બાજુ ગુણવા પડે.
$\therefore 1000 x=1000 \times 0.001001001$
$\therefore 1000 x=1.001001$ ......... $(2)$
સમીકરણ $(2)$ માંથી સમીકરણ $(1)$ બાદ કરો.
$\therefore 1000 x-x=1.001001 \ldots-0.001001 \ldots$
$\therefore 999 x=1$
$\therefore x=\frac{1}{999}$
તમે જાણો છો કે $\frac{1}{7}=0 . \overline{142857}$ છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર $\frac{2 }{7},\, \frac{3}{7}$, $\frac{4}{7},\, \frac{5}{7}, \,\frac{6}{7}$ ની દશાંશ-અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો ? જો હા, તો કેવી રીતે ?
યાદ કરોકે $\pi $ ને એક વર્તુળનો પરિઘ $(c)$ અને તેના વ્યાસ $(d)$ ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે $\pi=\frac{c}{d}$. તે વિરોધાભાસ છે. કારણ કે $\pi$ એ અસંમેય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો ?
$\frac{1}{2+\sqrt{3}}$ ના છેદનું સંમેયીકરણ કરો.
$\frac{1}{17}$ ની દશાંશ-અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ?
નીચેનીના પ્રશ્નોમાં સાદુરૂપ આપો.
$(i)$ $(5+\sqrt{7})(2+\sqrt{5})$
$(ii)$ $(5+\sqrt{5})(5-\sqrt{5})$
$(iii)$ $(\sqrt{3}+\sqrt{7})^{2}$
$(iv)$ $(\sqrt{11}-\sqrt{7})(\sqrt{11}+\sqrt{7})$