બર્નુલીનું સમીકરણ $p\,\, + \;\,\frac{1}{2}\rho {v^2}\,\, + \;\,h\rho g\,\, = \,\,k$મુજબ આપવામાં આવે છે.
જ્યાં $p =$ દબાણ, $\rho $ = ઘનતા $v $ = ઝડપ $ h =$ પ્રવાહી સ્તંભની ઊચાઈ, $ g = $ ગુરૂત્વાકર્ષણને લીધે પ્રવેગ અને $k$ અચળાંક છે. નીચેના પૈકી કોનું પારિમાણિક સૂત્ર $ k $ ના સૂત્રને સમાન હોય છે?
દળ, લંબાઈ અને સમયના સ્થાને સમય $(T)$, વેગ $(C)$ અને કોણીય વેગમાન $(h)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે છે. તો તેના સ્વરૂપમાં દળનું પરિમાણ શું થશે?
નળીમાંથી એકમ આડછેદના ક્ષેત્રફળ અને એકમ સમયમાં પસાર થતાં પ્રવાહીનું દળ $P^x$ અને $v^y$ ના સમપ્રમાણમાં છે જ્યાં $P$ એ દબાણનો તફાવત અને $v$ વેગ છે, તો $x$ અને $y$ વચ્ચેનો સંબધ શું થાય?
$K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $m$ દળ લટકાવીને દોલનો કરાવતા આવૃત્તિ $ f = C\,{m^x}{K^y} $ સૂત્ર મુજબ આપવામાં આવે છે, જ્યા $C$ એ પરિમાણરહિત રાશિ છે. $x$ અને $y $ ના મૂલ્યો કેટલા હશે?
ઊર્જા ઘનતાને $u=\frac{\alpha}{\beta} \sin \left(\frac{\alpha x}{k t}\right)$ સૂત્ર વડે આપવામાં આવે છે. જ્યાં $\alpha, \beta$ અચળાંકો છે, $x$ એ સ્થાનાંતર, $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક અને $t$ એ તાપમાન છે. $\beta$ નું પરિમાણ ...... થશે.