તમે જાણો છો કે $\frac{1}{7}=0 . \overline{142857}$ છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર $\frac{2 }{7},\, \frac{3}{7}$, $\frac{4}{7},\, \frac{5}{7}, \,\frac{6}{7}$ ની દશાંશ-અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો ? જો હા, તો કેવી રીતે ?
હા $\frac{1}{7}=0 . \overline{142857}$ ની કિંમત પરથી ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર $\frac{2 }{7},\, \frac{3}{7}$, $\frac{4}{7},\, \frac{5}{7}, \,\frac{6}{7}$ ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકાય છે.
$\frac{1}{7}=0 . \overline{142857}$
$\frac{2}{7}=2 \times \frac{1}{7}=2 \times(0 . \overline{142857})=0 . \overline{285714}$
$\frac{3}{7}=3 \times \frac{1}{7}=3 \times(0 . \overline{142857})=0.4 \overline{28571}$
$\frac{4}{7}=4 \times \frac{1}{7}=4 \times(0 . \overline{142857})=0 . \overline{571428}$
$\frac{5}{7}=5 \times \frac{1}{7}=5 \times(0 . \overline{142857})=0 . \overline{714285}$
$\frac{6}{7}=6 \times \frac{1}{7}=6 \times(0 . \overline{142857})=0 . \overline{857142}$
આમ, ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર આપેલ સંમેય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિનું અનુમાન કરી શકાય છે.
$6 \sqrt{5}$ નો $2 \sqrt{5}$ સાથે ગુણાકાર કરો.
$\frac{1}{17}$ ની દશાંશ-અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ?
$7 \sqrt{5}, \,\frac{7}{\sqrt{5}}, \,\sqrt{2}+21, \,\pi-2$ એ અસંમેય સંખ્યાઓ છે કે નહિ ? ચકાસો.
આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો :
$(i)$ $2-\sqrt{5}$
$(ii)$ $(3+\sqrt{23})-\sqrt{23}$
$(iii)$ $\frac{2 \sqrt{7}}{7 \sqrt{7}}$
$(iv)$ $\frac{1}{\sqrt{2}}$
$(v)$ $2 \pi$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ-અભિવ્યક્તિ છે તે જણાવો.
$(i)$ $\frac{36}{100}$
$(ii)$ $\frac{1}{11}$
$(iii)$ $4 \frac{1}{8}$
$(iv)$ $\frac{3}{13}$
$(v)$ $\frac{2}{11}$
$(vi)$ $\frac{329}{400}$