આપેલી સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો :
$(i)$ $2-\sqrt{5}$
$(ii)$ $(3+\sqrt{23})-\sqrt{23}$
$(iii)$ $\frac{2 \sqrt{7}}{7 \sqrt{7}}$
$(iv)$ $\frac{1}{\sqrt{2}}$
$(v)$ $2 \pi$
$(i)$ સંમેય અને અસંમેય સંખ્યાઓનો તફાવત અસંમેય હોય છે.
$2$ સંમેય છે અને $5$ અસંમેય છે.
$\therefore $ $2-\sqrt{5}$ અસંમેય સંખ્યા છે.
$(ii)$ $(3+\sqrt{23})-\sqrt{23}$
$3$ એ સંમેય છે.
$\therefore $ $(3+\sqrt{23})-\sqrt{23}$ સંમેય છે.
$(iii)$ $\frac{2 \sqrt{7}}{7 \sqrt{7}}$
$\frac{2 \sqrt{7}}{7 \sqrt{7}}$ જે સંમેય છે.
$(iv)$ $\frac{1}{\sqrt{2}}$
સંમેય અને અસંમેયનો ગુણોત્તર અસંમેય હોય છે.
$\therefore \frac{1}{\sqrt{2}}$ એ અસંમેય છે.
$(v)$ $2 \pi$
$2 \pi=2 \times \pi$ સંમેય અને અસંમેયનો ગુણાકાર અસંમેય છે.
$\therefore 2 \pi$ એ અસંમેય છે.
$\sqrt 5$ ને સંખ્યારેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો.
સાબિત કરો કે $0.2353535 \ldots=0.2 \overline{35}$ ને $p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p,\,q$ માટે $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
સંમેય સંખ્યાઓ $\frac{5}{7}$ અને $\frac{9}{11}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
નીચેનીના પ્રશ્નોમાં સાદુરૂપ આપો.
$(i)$ $(5+\sqrt{7})(2+\sqrt{5})$
$(ii)$ $(5+\sqrt{5})(5-\sqrt{5})$
$(iii)$ $(\sqrt{3}+\sqrt{7})^{2}$
$(iv)$ $(\sqrt{11}-\sqrt{7})(\sqrt{11}+\sqrt{7})$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i)$ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.
$(ii)$ દરેક પૂર્ણાક એ સંમેય સંખ્યા છે.
$(ii)$ દરેક સંમેય સંખ્યા એ પૂર્ણાક છે.