તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.

$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?

$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a) $ આપેલા નમૂનાઓનો ધાતુઓ અને અધાતુ વચ્ચેનો ભેદ પારખવા માટે હથોડીનો ઉપયોગ કરવામાં આવે છે. તે માટે નમૂનાઓને જો હથોડી વડે ટીપવામાં આવે ત્યારે જો તે પાતળા પતરામાં ફેરવાઈ જાય તો તે નમૂનો ધાતુ છે તેવું કહેવાય અને જો તે નમૂનો પાતળા પતરામાં ન ફેરવાય તો તે અધાતુ છે તેવું કહેવાય, એટલે કે ધાતુઓ એ ટિપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે અધાતુ આવો ગુણધર્મ ધરાવતો નથી.

તેવી જ રીતે નમુનાને હથોડી વડે ટીપતાં જો રણકાર (અવાજ) ઉત્પન્ન થાય તો તે નમૂનો ધાતુ છે અને જો તેમાં રણકાર ઉત્પન્ન ન થાય તો તે અધાતુ છે, એટલે કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે.

તેવી જ રીતે અન્ય એક પદ્ધતિમાં બૅટરીનો ઉપયોગ કરીને પણ નમૂનાઓને ધાતુઓ અથવા અધાતુઓમાં અલગ કરી શકાય છે.

તે માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતીય પરિપથની ગોઠવણ કરવામાં આવે છે અને જે નમૂનાઓની ચકાસણી કરવાની હોય તેમને પરિપથમાં $A$ અને $B$ છેડાઓ વચ્ચે ક્લિપ મારફતે જોડવામાં આવે છે.

આ દરમિયાન જો પરિપથમાંનો બલ્બ ચાલુ થાય તો તે નમૂનો ધાતુ (વિદ્યુત સુવાહક) છે તેમ કહેવાય અને જો બલ્બ ચાલુ ન થાય તો આપેલ નમૂનો અધાતુ (વિદ્યુત અવાહક) છે તેવું કહેવાય.

$(b) $ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરી શકાય છે કે - સામાન્ય રીતે ધાતુઓ ટિપાઉપણાનો ગુણધર્મ ધરાવે, રણકારનો ગુણધર્મ ધરાવે છે અને વિદ્યુત તેમજ ઉષ્માના સુવાહક હોય છે.

જયારે અધાતુઓ ટિપાઉ નથી તેમજ રણકાર ઉત્પન્ન કરતી નથી અને વિદ્યુતની અવાહક હોય છે.

1066-s20(a)

Similar Questions

ટિપાઉપણું અને તણાવપણું- નો અર્થ સમજાવો.

એક વ્યક્તિ ઘરે-ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ (ઝાંખા) સોનાનાં ઘરેણાની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડુબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો ? 

રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. 

લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો. 

તમે ચોક્કસપણે નિસ્તેજ (ઝાંખા) તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ થતાં જોયાં છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો. શુદ્ધ કરવા માટે અસરકારક છે ?