લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :

$(i)$ રંગ કરીને (Colour the surface) : તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, મિશ્રધાતુ બનાવીને ક્રોમપ્લેટિંગ કરીને વગેરે દ્વારા લોખંડનું ક્ષારણ થતું અટકાવી શકાય છે કારણ કે આ દરમિયાન લોખંડ એ હવા તથા ભેજના સીધા સંપર્કમાં આવી શકતું નથી.

$(ii)$ ગેલ્વેનાઇઝિંગ દ્વારા : ઉપરાંત, લોખંડની સપાટી પર ઝિકનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. આ પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. આ રીતે પણ લોખંડનું કારણ અટકાવી શકાય છે.

Similar Questions

એવી ધાતુનું ઉદાહરણ આપો :

$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.

$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.

$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.

$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.

કારણ આપો કે કૉપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ (આયર્નની મિશ્રધાતુ) વપરાતું નથી.

$(i)$ સોડિયમ, ઑક્સિજન અને મૅગ્નેશિયમ માટે ઈલેક્ટ્રોન-બિદુની રચના લખો.

$(ii)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $Na_2O$ અને $MgO$ નું નિર્માણ દર્શાવો.

$(iii)$ સંયોજનોમાં કયાં આયનો હાજર છે ?

તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.

$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?

$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.

પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાઉડર લીધો અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો.

$(a)$ વાયુની અસર

$(i)$ શુષ્ક લિટમસ પેપર પર શી થશે ?

$(ii)$ ભેજયુક્ત લિટમસ પેપર પર શી થશે ?

$(b)$ પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.