એક વ્યક્તિ ઘરે-ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ (ઝાંખા) સોનાનાં ઘરેણાની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડુબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો ?
તે માણસ દ્વારા ઍક્વારિજિયાના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.
ઍક્વારિજિયાનું દ્રાવણ એ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $HNO_3$ નું $3:1$ નો ગુણોત્તર ધરાવતું દ્રાવણ છે.
આ એક માત્ર દ્રાવણ છે કે જે માત્ર ગોલ્ડ (સોના)ને દ્રાવ્ય કરી શકે છે.
આથી, આ પ્રક્રિયા દરમિયાન સોનાની બંગડીઓમાંથી સોનું દ્રાવ્ય થવાથી તેમના વજનમાં ભારે ઘટાડો થતો જોવા મળે છે.
કઈ ધાતુઓ આસાનીથી કટાતી નથી ?
ઝિંક, મૅગ્નેશિયમ અને કૉપરના ધાતુ ઑક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા :
ધાતુ | ઝિંક | મૅગ્નેશિયમ | કૉપર |
ઝિક ઑક્સાઇડ | - | - | - |
મૅગ્નેશિયમ ઑક્સાઇડ | - | - | - |
કૉપર ઑક્સાઇડ | - | - | - |
કયા કિસ્સામાં તમે વિસ્થાપન પ્રક્રિયા થતી જોઈ શકો છો ?
મિશ્રધાતુઓ એટલે શું ?
એવી ધાતુનું ઉદાહરણ આપો :
$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.
$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.
$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.
$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.
ચાર ધાતુઓ $A$, $B$, $C$ અને $D$ ના નમૂના લીધેલા છે અને નીચે દર્શાવેલ દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે. પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે :
ધાતુ | આયર્ન $(II)$ સલ્ફેટ | કૉપર $(II)$ સલ્ફેટ | ઝિંક સલ્ફેટ | સિલ્વર નાઇટ્રેટ |
$A.$ | કોઈ પ્રક્રિયા નહિ | વિસ્થાપન | ||
$B.$ | વિસ્થાપન | કોઈ પ્રક્રિયા નહિ | ||
$C.$ | કોઈ પ્રક્રિયા નહિ | કોઈ પ્રક્રિયા નહિ | કોઈ પ્રક્રિયા નહિ | વિસ્થાપન |
$D.$ | કોઈ પ્રક્રિયા નહિ | કોઈ પ્રક્રિયા નહિ | કોઈ પ્રક્રિયા નહિ | કોઈ પ્રક્રિયા નહિ |
ધાતુઓ $A$, $B$, $C$ અને $D$ વિશે નીચે દર્શાવેલા પ્રશ્નોના ઉત્તર માટે ઉપર્યુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો.
$(i)$ સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ?
$(ii)$ જો $B$ ને કૉપર $(II)$ સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો તમે શું અવલોકન કરશો ?
$(iii)$ ધાતુઓ $A, \,B,\, C$ અને $D$ ને પ્રતિક્રિયાત્મકતા ઊતરતા ક્રમમાં ગોઠવો.