$5.3 \overline{7}$ ને $5$ દશાંશ સ્થળ સુધી એટલે કે $5.37777$ ને સંખ્યારેખા પર દર્શાવો.
એકવાર ફરીથી ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ લઇએ અને સંખ્યારેખાના ભાગોની લંબાઇ ક્રમશઃ $5.3 \overline{7}$ મળે ત્યાં સુધી ઘટાડીએ. સૌ પ્રથમ આપણે જોઈએ કે $5$ અને $6$ ની વચ્ચે $5.3 \overline{7}$ છે. આગળના પગલામાં $5.3 \overline{7}$ નું સ્થાન $5.34$ અને $5.4$ ની વચ્ચે નક્કી કરીશું. આ સંખ્યાનું નિરૂપણ વધારે સ્પષ્ટ રીતે જોવા માટે સંખ્યારેખાના આ ભાગને $10$ સરખા ભાગમાં વિભાજિત કરી અને વિપુલદર્શક કાચથી નિરીક્ષણ કરીએ કે $5.3 \overline{7}$ એ $5.37$ અને $5.38$ ની વચ્ચે છે. $5.3 \overline{7}$ નું વધારે સ્પષ્ટ નિરૂપણ કરવા માટે $5.377$ અને $5.378$ ના વચ્ચેના ભાગને બરાબર એક સરખા $10$ ભાગમાં વિભાજિત કરીશું. તે આકૃતિ $(iv)$ માં દર્શાવેલું છે. ધ્યાન રાખો કે $5.3 \overline{7}$ એ $5.3777$ ના કરતાં $5.3778$ ની વધારે નજીક છે. [આકૃતિ જૂઓ]
$1$ અને $2$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
જેમાં $p$ અને $q$ ને $1$ સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ સાન્ત હોય તેવા $\frac{p}{q}$ $(q \neq 0)$ સ્વરૂપના સંમેય સંખ્યાનાં કેટલાંક ઉદાહરણ લો. (જ્યાં $p$ અને $q$ પૂર્ણાક છે અને $q \neq 0$ છે.) શું તમે અનુમાન લગાવી શકો છો કે $q$ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ ?
$ \sqrt{9.3}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$\frac{1}{17}$ ની દશાંશ-અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ?
સંખ્યારેખા પર $\sqrt 2$ દર્શાવો.