$ \sqrt{9.3}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
$(i)$ એક આપેલી રેખા પરના બિંદુ $A$ થી $9.3$ એકમ દૂર એક બિંદુ $B$ લો. $AB = 9.3$ એકમ થશે.
$(ii)$ $8$ થી $1$ એકમ અંતરે બિંદુ $C$ લો.
$(iii)$ $AC$ નું મધ્યબિંદુ $O$ નક્કી કરો.
$(iv)$ $O$ કેન્દ્ર પર $OC$ જેટલી ત્રિજયા લઈ એક અર્ધવર્તુળ દોરો.
$(v)$ $B$ ને કેન્દ્ર ગણી અનુકુળ ત્રિજયા લઈ ચાપ દોરો. જે રેખા $l$ પર $M$ અને $N$ માં છેદે છે. $M$ અને $N$ ને કેન્દ્ર ગણી અનુકુળ ત્રિજ્યા લઈ રેખા $l$ પરનાં ઉપરનાં અર્ધતલમાં ચાપ દોરો જે પરસ્પર $P$ માં છેદે છે. રેખાખંડ $PB$ જોડો જે અર્ધવર્તુળને $D$ માં છેદે છે. રેખાખંડ $BD$ દોરો.
$(vi)$ $B$ ને કેન્દ્ર ગણી $\overline {BD} $ ત્રિજયા લઈ એક ચાપ દોરો જે રેખા $l$ પર બિંદુ $E$ માં છેદે છે.
$(vi)$ $BD = \sqrt {9.3}$ થશે.
આ પરિણામને આપણે પાયથાગોરસના પ્રમેયથી સાબિત કરીએ
$\Delta OBD$ માં $m \angle B =90$
વર્તુળની ત્રિજ્યા $\frac{x+1}{2}$ છે ; $x$ એ આપેલ માપ છે.
($x = 9.3$ એકમ)
$\therefore \frac{9.3+1}{2}=\frac{10.3}{2}=5.15$ ત્રિજ્યા
$\therefore OC = OA = OD =5.15$ એકમ
$\therefore OD =5.15$ એકમ
$B =x-\left(\frac{x+1}{2}\right) $
$=\frac{2 x-x-1}{2}=\frac{x-1}{2}=\frac{9.3-1}{2}$
$=\frac{8.3}{2}=4.15$ એકમ
$\Delta OBD $ માં $ OD ^{2}= OB ^{2}+ BD ^{2}$
$\therefore OB ^{2}+ BD ^{2}= OD ^{2}$
$ \therefore BD ^{2} = OD ^{2}- OB ^{2}$
$=(5.15)^{2}-(4.15)^{2}$
$=(5.15-4.15)(5.15+4.15)$
$=(1)(9.30)=9.30$
$\therefore BD =\sqrt{9.3}$
સાબિત કરો કે $1.272727 \ldots=1 . \overline{27}$ ને $p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવાં $p$, $q$ માટે $\frac {p }{q }$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
$0.99999 \ldots$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે ? તમારા શિક્ષક અને વર્ગના સહ-અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો.
$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
$\frac{1}{17}$ ની દશાંશ-અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે ?
સંમેય સંખ્યાઓ $\frac{5}{7}$ અને $\frac{9}{11}$ ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.