સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલના બે પૂર્ણ આંટા દ્વારા મુખ્ય સ્કેલ પર $1\; mm$ નું અંતર નક્કી થાય છે. વર્તુળાકાર સ્કેલ પર કુલ $50$ કાપા છે. તેની સાથે એવું જોવા મળ્યું છે કે સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ $-0.03\;mm$ છે. જ્યારે એક પાતળા તારનો વ્યાસ માપવાના પ્રયોગમાં વિદ્યાર્થી મુખ્ય સ્કેલ પર $3\; mm$ વાંચન કરે છે. મુખ્ય સ્કેલને અનુરૂપ વર્તુળકાર સ્કેલના કાપાઓની સંખ્યા $35$ છે. તારનો વ્યાસ ($mm$ માં) કેટલો હશે?
$3.38$
$3.32$
$3.73$
$3.67$
જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ $0.5 \,{mm}$ જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલનો $20$ મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન ($mm$ માં) કેટલું હશે?
એક પ્રયોગમાં કોઈ એક સાધન વડે ખૂણો માપવામાં આવે છે. સાધનના મુખ્ય સ્કેલના $29$ કાપા એ વર્નિયર સ્કેલના $30$ કાપા સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલના નાનામાં નાનો કાપો અડધા અંશનો ($=0.5^o$) હોય, તો સાધનની લઘુત્તમ માપશક્તિ કેટલી હશે?
એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ $1 \,mm$ છે. $5\,\mu m$ અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે?
જો વર્નીયર કેલીપર્સમાં $10 \,VSD$ એ $8 \,MSD$ સાથે મળી આવે છે, તો પછી વર્નીયર કેલીપર્સની ન્યુનતમ માપન શક્તિ ............. $m$ થાય? [given $1 \,MSD =1 \,mm ]$