જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ $0.5 \,{mm}$ જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલનો $20$ મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન ($mm$ માં) કેટલું હશે?
$5.00$
$5.25$
$5.15$
$5.20$
$0.005\ mm$ લઘુતમ માપશક્તિ ધરાવતા સ્ક્રૂગેજમાં પદાર્થ મૂક્યા વગર બંધ કરવામાં આવે તો વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે નાનો ગોળો તેમાં મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $4$ કાંપા અને વર્તુળાકાર સ્કેલ પદાર્થ મૂક્યા વગર મળતા મૂલ્યથી પાંચ ગણા મૂલ્ય જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $200$ કાંપા હોય તો ગોળાની ત્રિજ્યા કેટલી ($mm$ માં) હશે?
$1 \mathrm{~mm}$ પેચવાળા સ્ક્રૂગેજના વર્તુળાકાર સ્કેલમાં $100$ વિભાગો (કાપા) છે. તેના બે છેડા વચ્ચે રાશિના માપન કર્યા સિવાય વર્તુળાકાર સ્કેલનો શૂન્ય સંદર્ભ રેખાથી $5$ કાપા નીચે રહે છે. ત્યારબાદ આ સ્ક્રૂ ગેનથી તારનો વ્યાસ માપવામાં આવે છે. આ વખતે $4$ રેખીય સ્કેલના વિભાગો સ્પષ્ટ દેખાય છે.જ્યારે વર્તુળાકાર સ્કેલનો $60$ મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તો તારનો વ્યાસ. . . . . .છે.