જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ $y=x-\frac{x^2}{20}$ વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહતમ ઉંચાઈ ........ $m$ હશે.

  • [JEE MAIN 2023]
  • A

    $5$

  • B

    $10 \sqrt{2}$

  • C

    $200$

  • D

    $10$

Similar Questions

પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ એટલે શું ? કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોનાં મૂલ્યો દર્શાવતાં સૂત્રો મેળવો.

એક માણસ $30\, m$ ઉત્તર અને $20\, m$ પૂર્વ દિશામાં ગતિ કર્યા પછી અંતે  $30\sqrt 2 \,m$ જેટલું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે તો ઉગમબિંદુની સાપેક્ષે માણસે કરેલું કુલ સ્થાનાંતર કેટલું હશે?

$x-y$ સમતલમાં ગતિ કરતા કણ માટે ના યામો નીચે મુજબ આપી શકાય છે. $x=2+4 \mathrm{t}, y=3 \mathrm{t}+8 \mathrm{t}^2$.  કણની ગતિ. . . . . .થશે.

  • [JEE MAIN 2024]

જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ $\hat{i}$, અને ગતિપથનું સમીકરણ $y=5 x(1-x) $ છે.તો પ્રારંભિક વેગનો $y-$ઘટક $.......\hat{j}$ હશે.($g=10\,m / s ^{2}$ ) લો.

  • [JEE MAIN 2022]

એક કણ $\mathrm{t}=0$ સમયે ઉંગમબિંદુથી $5 \hat{i} \mathrm{~m} / \mathrm{s}$ વેગથી ગતિની શરુઆત કરે છે અને બળની અસર હેઠળ $x-y$ સમતલમાં ગતિ કરે છે જે $(3 \hat{i}+2 \hat{j}) \mathrm{m} / \mathrm{s}^2$ અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો તે ક્ષણે કણનો $x$-યામ $84 \mathrm{~m}$ હોય તો કણની તે ક્ષણે ઝડપ $\sqrt{\alpha} \mathrm{m} / \mathrm{s}$ છે. $\alpha$ નું મૂલ્ય_______છે.

  • [JEE MAIN 2024]