એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $90$ મી છે. તેની અંદરની બાજુએ $10$ મી પહોળાઈનો એક રસ્તો બનાવેલ છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)
$5216$
$4535$
$5139$
$5338$
આકૃતિમાં વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. તે ચોરસની બાજુ $5$ સેમી છે અને બીજું વર્તુળ ચોરસનું પરિવૃત્ત છે. શું એવું કહેવું સાચું છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$42$ સેમી વ્યાસવાળા વતુળનો પારિધ અને ક્ષેત્રફળ શોધો.
બે ભિન્ન વર્તુળોનાં બે વૃત્તાંશનાં ક્ષેત્રફળ સરખાં છે. શું તે જરૂરી છે કે તેના અનુરૂપ ચાપની લંબાઈ સરખી હોય ? શા માટે ?
આકૃતિમાં $10$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ $A, B$ અને $C$ ને કેન્દ્ર ગણી દોરેલાં ચાપ બાજુઓ $BC, CA$ અને $AB$ ને અનુક્રમે $D, E$ અને $F$ માં છેદે છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.).(સેમી$^{2}$ માં)
એક વર્તુળની ત્રિજ્યા $12$ સેમી છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$