સાબિત કરો કે $1.272727 \ldots=1 . \overline{27}$ ને $p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવાં $p$, $q$ માટે $\frac {p }{q }$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
ધારો કે $x=1.272727 \ldots$
અહીં બે અંકોનું પુનરાવર્તન થાય છે તેથી આપણે બંને બાજુ $100$ વડે ગુણીએ, તો
$100 x=127.2727 \ldots$
તેથી, $100 x=126+1.272727 \ldots=126+x$
$\therefore $ $100 x-x=126$
$\therefore $ $99 x=126$
એટલે કે $x=\frac{126}{99}=\frac{14}{11}$ મળે.
એનાથી ઊલટું તમે $\frac{14}{11}=1 . \overline{27}$ પણ ચકાસી શકો છો.
શું શૂન્ય એ એક સંમેય સંખ્યા છે ? શું તમે તેને $p$ પૂર્ણાક તથા $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p$, $q$ માટે $\frac{p}{q}$ સ્વરૂપમાં લખી શકશો ?
$\frac{1}{2+\sqrt{3}}$ ના છેદનું સંમેયીકરણ કરો.
$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો.
નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો.
$(i)$ $\sqrt{23}$
$(ii)$ $\sqrt{225}$
$(iii)$ $0.3796$
$(iv)$ $7.478478 \ldots$
$(v)$ $1.101001000100001 \ldots$