$\sqrt 5$ ને સંખ્યારેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો.
$(1)$ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સંખ્યા રેખા $x^{\prime} o x$ રચો અને તેના પર $O$ બિંદુ નક્કી કરો.
$(2)$ બિંદુ $O$ થી $1$ એકમ $= 1$ સેમી થાય તેવું બિંદુ $A$ નક્કી કરો અને $A$ થી $1$ એકમ $= 1$ સેમી થાય તેવું બિંદુ $B$ નક્કી કરો.
આમ,સંખ્યા રેખા $x$ પર $OB = 2$ એકમ થશે.
$(3)$ સંખ્યા રેખા પર બિંદુ $B$ થી લંબદ્વિભાજક કિરણ $BQ$ દોરો.
[$B$ ને કેન્દ્ર ગણી અનુકુળ ત્રિજયા લઈ સંખ્યા રેખા પર બે ચાપ દોરો જે અનુક્રમે $P$ અને $P'$ માં છેદે છે. $P$ અને $P'$ કેન્દ્ર ગણી સંખ્યા રેખાના ઉપરના અર્ધતલમાં બે ચાપ દોરો જે પરસ્પર બિંદુ $Q$ માં છેદે છે. કિરણ $BQ$ એ લંબદ્વિભાજક તૈયાર થશે.].
$(4)$ કિરણ $BQ$ પર $1$ એકમ $= 1$ સેમી થાય તેવું બિંદુ $C$ નક્કી કરો. રેખાખંડ $OC$ રચો. $m \angle OBC =90$ થશે.
$ \therefore $ રેખાખંડ $OC$ કર્ણ થશે.
$(5)$ પાયથાગોરસનાં પ્રમેય મુજબ $OC ^{2}= OB ^{2}+ BC ^{2}$
$=(2)^{2}+(1)^{2} $
$=2^{2}+1^{2} $
$=4+1 $
$OC ^{2} =5 $
$ \therefore OC =\sqrt{5}$
$ (6)$ $O$ ને કેન્દ્ર ગણી $OC = \sqrt 5$ લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો જે સંખ્યારેખાને જયાં છેદે ત્યાં $D$ નામ આપો. આમ, $OC = OD = \sqrt 5$.
તેથી સંખ્યા રેખા પર બિંદુ $D$ એ $\sqrt 5$ નો નિર્દેશ કરે છે.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i)$ દરેક અસંમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે.
$(ii)$ સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા $m$ માટે $\sqrt m$ સ્વરૂપનું હોય છે.
$(iii)$ દરેક વાસ્તવિક સંખ્યા એ અસંમેય સંખ્યા છે.
$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
$2 \sqrt{2}+5 \sqrt{3}$ અને $\sqrt{2}-3 \sqrt{3}$ નો સરવાળો કરો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i)$ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.
$(ii)$ દરેક પૂર્ણાક એ સંમેય સંખ્યા છે.
$(ii)$ દરેક સંમેય સંખ્યા એ પૂર્ણાક છે.
ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર $3.765$ દર્શાવો.