સ્કુલની ત્રણ ટીમમાં $21$ ક્રિકેટમાં , $26$ હોકીમાં ,અને $29$ વિર્ધાથી ફુટબોલમાં છે.આ પૈકી $14$ હોકી અને ક્રિકેટમાં , $15$ હોકી અને ફુટબોલમાં , અને $12$ વિર્ધાથી ફુટબોલ અને ક્રિકેટમાં છે.જો $8$ વિર્ધાથી બધીજ રમતમાં હોય તો ત્રણેય ટીમમાં રહેલ કુલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
$43$
$76$
$49$
એકપણ નહી.
એક સર્વેક્ષણમાં $21$ વ્યક્તિ ઉત્પાદન $A$ પસંદ કરે છે, $26$ ઉત્પાદન $B$ પસંદ કરે છે અને $29$ ઉત્પાદન $C$ પસંદ કરે છે. જો $14$ વ્યક્તિઓ ઉત્પાદન $A$ અને $B$ બંને પસંદ કરતી હોય, $12$ વ્યક્તિઓ ઉત્પાદન $C$ અને $A$ પસંદ કરતી હોય, $14$ વ્યક્તિઓ ઉત્પાદન $B $ અને $C$ પસંદ કરતી હોય તથા $8$ વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય, તો માત્ર ઉત્પાદન $C $ પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધો.
એક શહેરમાં બે અખબારો $A$ અને $B$ પ્રકાશિત થયા. તે શહેરની $25\%$ વસ્તી $A$ અને $20\%$ વસ્તી $B$ વાંચે છે. જયારે $8\%$ વસ્તી $A$ અને $B$ બંને વચ્ચે છે તથા $30\%$ લોકો જેમણે $A$ વાંચ્યું પરંતુ $B$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી અને $40\%$ લોકો જેમણે $B$ વાંચ્યું પરંતુ $A$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી જયારે $50\%$ લોકો $A$ અને $B$ બંનેની જાહેરાતો તરફ ધ્યાન આપે છે. તો જાહેરાતો માં ધ્યાન આપતી વસ્તી ની ટકાવારી મેળવો.
એક શહેરમાં $10,000$ પરિવાર રહે છે કે જેમાં $40\%$ પરિવાર સામાયિક $A , 20\%$ પરિવાર સામાયિક $B ,10\%$ પરિવાર સામાયિક $C , 5\%$ પરિવાર સામાયિક $A$ અને $B, 3\%$ પરિવાર સામાયિક $B$ અને $C , 4\%$ પરિવાર સામાયિક $A$ અને $C$ નો ઉપયોગ કરે છે.જો $2\%$ પરિવાર બધાજ સામાયિકનો ઉપયોગ કરે છે તો . . . . પરિવાર માત્ર સામાયિક $A$ નો ઉપયોગ કરે છે.
એક સર્વે અનુસાર એક શહેરમાં $63 \%$ લોકો સમાચારપત્ર $A$ વાંચે જ્યારે $76 \%$ લોકો સમાચારપત્ર $B$ વાંચે છે જો $x \%$ લોકો બંને સમાચારપત્ર વાંચે તો $x$ ની કિમત ........... હોઈ શકે
શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $X = \{ $ રામ, ગીતા, અકબર $\} $ છે. શાળાની ફૂટબૉલની ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $Y = \{ $ ગીતા, ડેવિડ, અશોક $\} $ છે. $X \cup Y$ શોધો, અને તેનું અર્થઘટન કરો.