$30$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ............ સેમી$^2$ થાય.
આકૃતિ માં $7.5$ સેમી ત્રિજયાવાળું વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.). (સેમી$^2$ માં)
એમ કહેવું સાચું છે કે વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ તેના અનુરૂપ વૃત્તાંશના ક્ષેત્રફળથી ઓછું છે ? શા માટે ?
વર્તુળની ત્રિજ્યા $10\,cm$ છે અને તેમાં લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $40\,cm ^{2}$ હોય તો સંગત લઘુચાપની લંબાઈ મેળવો.
આકૃતિમાં બતાવેલ ચોરસ મેદાન $ABCD$ ની લંબાઈ $50$ મી છે. તેના દરેક શિરોબિંદુ પર $10$ મી ત્રિજ્યાવાળી વૃત્તાંશ આકારની ક્યારીઓ બનાવેલ છે. ક્યારીઓ સિવાયના મેદાનનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)