બાજુની આકૃતિમાં $\overline{ P S }$ વ્યાસ પર એક વર્તુળ દોરેલ છે.$PS = 12$ સેમી તથા $PQ = QR = RS$ છે. $\overline{ PQ }$અને $\overline{ Q S }$વ્યાસવાળા અર્ધવર્તુળો દોરેલ છે. છાયાંકિત પ્રદેશની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો.$(\pi=3.14)$
અહીં, $PS =12$ સેમી અને $PQ = QR = RS$ છે.
$\therefore PO = gR = RS =\frac{12}{3}=4$ સેમી
$\overline{ PS }, \overline{ QS }$ અને $\overline{ PQ }$ વ્યાસવાળા અર્ધવર્તુળોની ત્રિજ્યા અનુક્રમે $r_{1}=\frac{ PS }{2}=\frac{12}{2}=6$ સેમી
$r_{2}=\frac{g S}{2}=\frac{4+4}{2}=4$ સેમી,
અને $r_{3}=\frac{ PQ }{2}=\frac{4}{2}=2$ સેમી થશે.
છાયાંકિત પ્રદેશની પરિમિતિ
$=$ ત્રણેય અર્ધવર્તુળ ચાપની લંબાઈનો સરવાળો
$=\pi r_{1}+\pi r_{2}+\pi r_{3}$
$=\pi\left(r_{1}+r_{2}+r_{3}\right)$
$=3.14(6+4+2)$
$=37.68$ સેમી
છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ
$=r_{1}$ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ
$+r_{3}$ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ
$-r_{2}$ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ
$=\frac{1}{2} \pi r_{1}^{2}+\frac{1}{2} \pi r_{3}^{2}-\frac{1}{2} \pi r_{2}^{2}$
$=\frac{1}{2} \pi\left(r_{1}^{2}+r_{3}^{2}-r_{2}^{2}\right)$
$=\frac{1}{2} \times 3.14\left(6^{2}+2^{2}-4^{2}\right)$
$=\frac{1}{2} \times 3.14 \times 24$
$=37.68$ સેમી$^2$
આમ, છાયાંક્તિ પ્રદેશની પરિમિતિ $37.68$ સેમી અને ક્ષેત્રફળ $37.68$ સેમી$^2$ થાય.
એક વર્તુળાકાર બગીચાની ચારે બાજુ $21$ મી પહોળાઈનો એક રસ્તો આવેલો છે. જો બગીચાની ત્રિજ્યા $105$ મી હોય, તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. ( સેમી${2}$ માં)
$36$ સેમી ત્રિજયાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi$ સેમી$^2$ છે. વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. (સેમી માં)
$8.4$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં બે ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે. આ બે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ......... સેમી$^2$ હોય.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\overline{ AC }$ એ $O$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે.$\Delta ABC$ એ અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણ છે. જો $AC = 35$ સેમી, $AB = 21$ સેમી અને $BC = 28$ સેમી હોય, તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)
વર્તુળની ત્રિજ્યા $6 \,cm $ છે અને જેની સંગત ચાપની લંબાઈ $12 \,cm$ હોય તેવા વૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm ^{2}$ થાય.