વર્તુળની ત્રિજ્યા $6 \,cm $ છે અને જેની સંગત ચાપની લંબાઈ $12 \,cm$ હોય તેવા વૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm ^{2}$ થાય.
$144$
$72$
$36$
$24$
$21$ સેમી ત્રિજ્યાવાળા અને $120^{\circ}$ નો કેન્દ્રીય ખૂણો ધરાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^{2}$)
આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક વર્તુળમાં અંતર્ગત છે. જો $AB = 8$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (સેમી$^2$ માં)
નીચેનું વિધાન સત્ય છે ? તમારા ઉત્તર માટે કારણ આપો :
વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ
$10$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ $90^{\circ}$ નો ખૂણો આંતરે છે. વર્તુળના અનુરૂપ ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો.)(સેમી$^2$ માં)
$176$ મી અંતર કાપવા, $1.54$ મી$^2$ ક્ષેત્રફળવાળા વર્તુળાકાર પૈડાએ કરેલાં પરિભ્રમણની સંખ્યા શોધો.