$8.4$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં બે ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે. આ બે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ......... સેમી$^2$ હોય.
$110.88$
$55.44$
$166.32$
$27.72$
વર્તુળ કે જેની ત્રિજ્યા $14\,cm $ છે તેની બે ત્રિજ્યા$ \overline{ OA }$ અને $\overline{ OB }$ પરસ્પર લંબ છે. તો ખૂણા $\angle AOB$ ને સંગત લઘુવૃતાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots . cm ^{2}$ મેળવો.
$70$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ .......... સેમી$^2$ થાય.
$7$ સેમી અને $21$ સેમી ત્રિજ્યાવાળાં વર્તુળોના બે વૃત્તાંશના કેન્દ્રીય ખૂણાઓ અનુક્રમે $120^{\circ}$ અને $40^{\circ}$ છે. તે બે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને તેને અનુરૂપ ચાપની લંબાઈ પણ શોધો. તમે શું અવલોકન કર્યું ?
વર્તુળ $\odot( O , 12)$ માં લઘુચાપ $\widehat{ ACB }$ એ કેન્દ્ર આગળ અંતરેલો ખુણો $30$ છે. તો લઘુચાપ $\widehat{A D B}$ ની લંબાઈ મેળવો.
એક વર્તુળાકાર મેદાનનો પરિઘ $220$ મી છે. તેની ફરતે બહારની બાજુએ એકસમાન પહોળાઈનો રસ્તો છે. જો રસ્તા સહિતના વર્તુળાકાર પ્રદેશનો પરિઘ $264$ મી હોય, તો રસ્તાની પહોળાઈ શોધો. (મીટર માં)