એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના $(N+1)$ વિભાગો મુખ્ય સ્ક્રેલના $N$ વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો $1$ $MSD$ એ $0.1 \mathrm{~mm}$ દર્શાવે તો વર્નિયર અચળાંક ($cm$ માં). . . . . . . છે
$\frac{1}{100(N+1)}$
$100 \mathrm{~N}$
$10(N+1)$
$\frac{1}{10 \mathrm{~N}}$
વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો $N$ મો કાપો ગૌણ સ્કેલના $(N + 1 )$ માં કાપા સાથે એકરૂપ થાય છે. જો મુખ્ય સ્કેલના દરેક કાપા $a$ એકમ હોય, તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય?
કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા મુખ્ય સ્કેલ $(MS)$ પર $0. 1\,cm$ અને ગૌણ સ્કેલ $(VS)$ નો $10$ મો કાપો મુખ્ય સ્કેલના $9$ માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
ક્રમાંક | મુખ્ય સ્કેલનું માપ $(cm)$ | ગૌણ સ્કેલના કાપા |
$(1)$ | $0.5$ | $8$ |
$(2)$ | $0.5$ | $4$ |
$(3)$ | $0.5$ | $6$ |
જો શૂન્યાંક ત્રુટિ $- 0.03\,cm$ હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ ........... $cm$ થાય.
વિદ્યાર્થી $A$ અને વિદ્યાર્થી $B$ સમાન પીચ ધરાવતા અને $100$ વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય $0.322\, {cm}$ છે. વિદ્યાર્થી $A$ અને $B$ દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે?
[જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ $O$ સંદર્ભની સ્થિતિ દર્શાવે છે]
આપેલ : પીચ $=0.1 \,{cm}$.
એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે.
મુખ્ય સ્કેલ પરનું અવલોકન $:\; 0\, mm$
વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $:\, 52$ કાપાઓ.
મુખ્ય સ્કેલ પરનો $1\, mm$ એ વર્તુળાકાર સ્કેલ પરના $100$ કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ...... $cm$ થશે.
એક લોલકનાં ગોળાનો વ્યાસ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવે છે. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમના $9$ વિભાગ વર્નિયર માપક્રમના $10$ વિભાગને સમાન છે. મુખ્ય માપક્રમનો એક વિભાગ $1\, {mm}$ નો છે. મુખ્ય માપક્રમનું અવલોકન $10\, {mm}$ અને વર્નિયર માપક્રમનો $8$ મો કાંપો મુખ્ય માપક્રમના એક કાંપા સાથે સંપાત થાય છે. જો આપેલ વર્નિયર કેલિપર્સની ધન ત્રુટિ $0.04\, {cm}$ હોય, તો લોલકની ત્રિજ્યા $...... \,\times 10^{-2} \,{cm}$ હશે.