વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો $N$ મો કાપો ગૌણ સ્કેલના $(N + 1 )$ માં કાપા સાથે એકરૂપ થાય છે. જો મુખ્ય સ્કેલના દરેક કાપા $a$ એકમ હોય, તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય?
$a$
$\frac {a}{N}$
$\frac{N}{{N + 1}} \times a$
$\frac{a}{{N + 1}}$
વર્નિયર કેલિપર્સમાં મુખ્ય માપક્રમનો એક વિભાગ $a\;cm$ છે અને વર્નિયર માપક્રમના $n$ વિભાગ મુખ્ય માપક્રમના $( n -1)$ વિભાગો સાથે સંપાત થાય છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશક્તિ $mm$ માં કેટલી હશે?
જો એક સ્ક્રૂ ગેજ ના સ્ક્રૂને છ ભ્રમણ કરવવામાં આવે તો તે મુખ્ય સ્કેલ પર $3\; \mathrm{mm}$ જેટલો ખશે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $50$ કાપા હોય, તો સ્ક્રૂગેજની ન્યૂનતમ માપશક્તિ કેટલી હશે?
આપેલ એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલ પર પિચ અને કાપાઓની સંખ્યા અનુક્રમે $ 0.5\,mm$ અને $100$ છે. જ્યારે આ સ્ક્રૂગેજ પૂર્ણતઃ કોઈપણ પદાર્થ વગર બંધ છે, ત્યારે વર્તુળાકાર માપપટ્ટીનું શૂન્ય સરેરાશ રેખાની $3$ કાપા નીચે છે. એક પાતળી તક્તિ માટે મુખ્ય માપપટ્ટી અને વર્તુળાકાર માપપટ્ટીના વાંચનો અનુક્રમે $5.5\, mm$ અને $48$ છે. આ તક્તિની જાડાઈ કેટલી હશે?
ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો $1 \,cm$ ના મુખ્ય સ્કેલ ઉપર $40$ કાપાઓ આવેલા હોય અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. $\times 10^{-6} \,m$. હશે.
$0.005\ mm$ લઘુતમ માપશક્તિ ધરાવતા સ્ક્રૂગેજમાં પદાર્થ મૂક્યા વગર બંધ કરવામાં આવે તો વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. જ્યારે નાનો ગોળો તેમાં મૂકવામાં આવે ત્યારે મુખ્ય સ્કેલ $4$ કાંપા અને વર્તુળાકાર સ્કેલ પદાર્થ મૂક્યા વગર મળતા મૂલ્યથી પાંચ ગણા મૂલ્ય જેટલું ખસે છે. જો વર્તુળાકાર સ્કેલ પર $200$ કાંપા હોય તો ગોળાની ત્રિજ્યા કેટલી ($mm$ માં) હશે?