એક સ્ક્રૂગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે.
મુખ્ય સ્કેલ પરનું અવલોકન $:\; 0\, mm$
વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $:\, 52$ કાપાઓ.
મુખ્ય સ્કેલ પરનો $1\, mm$ એ વર્તુળાકાર સ્કેલ પરના $100$ કાપા બરાબર છે તેમ આપેલ છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ ...... $cm$ થશે.
$0.52$
$0.026$
$0.26$
$0.052$
જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ $0.5 \,{mm}$ જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલનો $20$ મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન ($mm$ માં) કેટલું હશે?
એક પ્રયોગમાં કોઈ એક સાધન વડે ખૂણો માપવામાં આવે છે. સાધનના મુખ્ય સ્કેલના $29$ કાપા એ વર્નિયર સ્કેલના $30$ કાપા સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલના નાનામાં નાનો કાપો અડધા અંશનો ($=0.5^o$) હોય, તો સાધનની લઘુત્તમ માપશક્તિ કેટલી હશે?
એક વિદ્યાર્થી $100$ મોટવણી ધરાવતા માઈક્રોસ્કૉપ વડે માનવ-વાળ $(Hair)$ ની જાડાઈ માપે છે. તે $20$ અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઈક્રોસ્કોપનાં દશ્યક્ષેત્રમાં વાળની જાડાઈ $3.5\, mm$ છે, તો વાળની અંદાજિત જાડાઈ $mm$ માં કેટલી હશે?
$0.001 $ $cm$ લઘુતમ માપશકિતના એક સ્ક્રૂગેજની મદદથી કોઇ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા (છરા) નો વ્યાસ માપે છે.મુખ્ય સ્કેલનું વાંચન $5mm $ છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભકાંપાથી $25$ કાંપા ઉપર છે.જો આ સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ $-0.004$ $cm$ છે,તો દડા (છરા) નો સાચો વ્યાસ છે.
એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ $20$ કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપાઓ છે અને $25$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $24$ કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ $..........\,cm$ થશે.