લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી $50.0 \;g$ દળની ગોળીને $200 \;m s ^{-1}$ ની ઝડપે $2.00 \;cm $ જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. ગોળીને તેની પ્રારંભિક ગતિઊર્જાની $10 \%$ ઊર્જા. સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી ગોળીની ઝડપ કેટલી હશે ?
બુલિટની પ્રારંભિક ગતિઊર્જા $m v^{2} / 2=1000 J$, તેની અંતિમ ગતિઊર્જા $0.1 \times 1000=100 J$. જો બહાર નીકળતી બુલિટની ઝડપ $v_{f}$ હોય તો
$\frac{1}{2} m v_{f}^{2}=100 J$
$v_{f}=\sqrt{\frac{2 \times 100 J }{0.05 kg }}$
$=63.2 m s ^{-1}$
ઝડપમાં થતો ઘટાડો લગભગ $68 \%$ છે. ( $90 \%$ નહિ ).
એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે. ગતિ ઊર્જામાં પ્રતિશત વ્યય (ક્ષય) ......... $\%$ છે.
એક સાઇકલ-સવાર $1 0 \,m$ અંતર ઘસડાઇને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાઇકલ પર લાગતું $200 \,N$ બળ, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. $(a)$ રસ્તા વડે સાઇકલ પર કેટલું કાર્ય થયું હશે ? $(b)$ સાઇકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે ?
એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે,પણ તેનો પ્રતિપ્રવેગ તેણે $t$ સમયમાં કરેલ સ્થાનાંતર $x$ ના સમપ્રમાણમાં છે,તો સ્થાનાંતર $x$ ના કોઇ પણ મૂલ્ય માટે તેની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય?
એક પદાર્થ પૃથ્વીની સપાટી પર $20 cm$ ઉંચાઈ પરથી પડે છે. જો પૃથ્વી પર અથડાયા પછી તેની યાંત્રિકે ઊર્જામાં $75\%$ નો ક્ષય થતો હોય તો પદાર્થ ......... $cm$ ઉંચાઈ સુધી જશે.
આકૃતિ એ એક કાઝ પર $x$-અક્ષની સાપેક્ષે લાગતાં બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણએ $x=0$ પરથી સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો તે ફરીથી શુન્ય ઝડપ મેળવશે ત્યારે કણનાં યામાક્ષો શું હશે ?