એક સાઇકલ-સવાર $1 0 \,m$ અંતર ઘસડાઇને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાઇકલ પર લાગતું $200 \,N$ બળ, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. $(a)$ રસ્તા વડે સાઇકલ પર કેટલું કાર્ય થયું હશે ? $(b)$ સાઇકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રસ્તા વડે સાઇકલ પર થયેલું કાર્ય, એ રસ્તા વડે ઘર્ષણબળ દ્વારા સાઇકલ પર થતું કાર્ય જેટલું હોય છે.

$(a)$ થોભવા માટેના બળ અને સ્થાનાંતર વચ્ચે ${180^\circ }$ ( $\pi $ રેડિયન ) કોણ બનતો હોવાથી રસ્તા વડે થતું કાર્ય 

$W_{r}=F d \cos \theta$

$=200 \times 10 \times \cos \pi$

$=-2000 J$

કાર્યઊર્જા પ્રમેય અનુસાર આ ઋણ કાર્ય સાઇકલને રોકવા માટે થાય છે. 

$(b)$ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ સાઇકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા પર લાગે છે. તેનું મૂલ્ય $200\, N$ છે. આમ છતાં રસ્તાનું સ્થાનાંતર થતું નથી. આથી સાઇકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય શુન્ય છે.

Similar Questions

કાર્યઊર્જા પ્રમેયની અગત્યતા જણાવો અને કાર્યઊર્જા પ્રમેય સદિશ છે કે અદિશ ? 

એક ગનમાંથી એક બુલેટ ખૂબ જ મોટા લાકડાના બ્લોકમાં મારતાં ગોળી બ્લોકમાં $6 m$ ગતિ કરે ત્યારે તેનો વેગ અડધો થાય છે, તો તે વધારાનું  ............. $\mathrm{cm}$ અંતર કાપી સ્થિર થશે.

$m $ દળનો કણ $v\, = \,\,a\sqrt x $ વેગ સાથે ગતિ કરે છે જ્યાં $a$ અચળાંક અને $x $ સ્થાનાંતર છે. $x = 0$ થી $x = d$ સુધીના સ્થાનાંતર દરમિયાન બધા જ બળો વડે થતું કુલ કાર્ય શોધો.

ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.

સમય $x$ ના વિધેય તરીકે સમક્ષિતિજ લીસી સપાટી પર  $1 \;kg $ દળનો પદાર્થનું સ્થાનાંતર $x = \frac{{{t^3}}}{3}$  સૂત્ર વડેે આપવામાં આવે છે. પ્રથમ એક સેકન્ડ માટે બાહ્ય પરિબળ વડે થતું કાર્ય ........... $J$ છે.