આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય, તો $ P (A$ નહિ અને $B$ નહિ) શોધો.
$P($ neither $A$ nor $B)$ $=P\left(A^{\prime} \cap B^{\prime}\right)$
$=\mathrm{P}\left((\mathrm{A} \cup \mathrm{B})^{\prime}\right)$
$=1-\mathrm{P}(\mathrm{A} \cup \mathrm{B})$
$=1-0.72$
$=0.28$
ભૌતિકશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $20\%$ છે. અને ગણિતશાસ્ત્રમાં નાપાસ થવાની શક્યતા $10\%$ છે. તો ઓછામાં ઓછા એક વિષયમાં નાપાસ હોવાની સંભાવના કેટલા ............. $\%$ થાય ?
$A$ એ સત્ય બોલો તેની સંભાવના $\frac{4}{5}$ છે અને $B$ એ સત્ય બોલે તેની સંભાવના $\frac{3}{4}$ છે,તો એક સત્ય વિધાન વિશે બંને ને બોલવાનુ કહેતા બંનેમાં વિરોધાભાસ થાય તેની સંભાવના મેળવો.
$P(A)=\frac{3}{5}$ અને $P(B)=\frac{1}{5}$ આપેલ છે. જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો $P(A$ અથવા $B$) શોધો.
ઘટનાઓ $E$ અને $F$ એવા પ્રકારની છે કે $P( E-$ નહિ અથવા $F-$ નહિ) $= 0.25$, ચકાસો કે $E$ અને $F$ પરસ્પર નિવારક છે કે નહિ?
નારંગીના ખોખામાંથી યાચ્છિક રીતે પુરવણી વગર ત્રણ નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જો તમામ ત્રણ નારંગીઓ સારી હોય, તો ખોખાના વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. જો ખોખામાં સમાવિષ્ટ $15$ નારંગી પૈકી $12$ સારી અને $3$ ખરાબ હોય, તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો.