એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?
${Q_2} = \frac{Q}{R},\;{Q_1} = Q - \frac{Q}{R}$
${Q_2} = \frac{Q}{4},\;{Q_1} = Q - \frac{{2Q}}{3}$
${Q_2} = \frac{Q}{4},\;{Q_1} = \frac{{3Q}}{4}$
${Q_1} = \frac{Q}{2},\;{Q_2} = \frac{Q}{2}$
સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને એક આધારબિંદુથી સરખી લંબાઈની દોરી વડે લટકાવેલ છે. ત્યારે બે દોરી વચ્ચેનો કોણ $30^o$ છે. જ્યારે $0.8\, g\, cm^{-3}$ ઘનતાના પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ ગોળાઓ હવામાં હતા તયારે જેટલો હતો તેટલો જ રહે છે. જો ગોળાઓના દ્રવ્યની ઘનતા $1.6 \,g \,cm^{-3}$ હોય તો પ્રવાહીનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક ........ છે.
$a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે.તો એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?
બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$
$Q$ વિદ્યુતભારને બે ભાગ $q$ અને $(Q-q)$ માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી $q$ અને $(Q-q)$ ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?
$(a)$ કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. $(b)$ જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?