કલ્પના કરો કે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થોડોક અલગ છે. જેમાંથી એક $-e$ અને બીજો $( e +\Delta e )$ છે. $d$ અંતરે (જ્યાં $d$ પરમાણુની સાઇઝ કરતાં ઘણું મોટું છે) રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બાળાનું પરિણમી બળ શૂન્ય થવા માટે $\Delta e$ કેટલું હોવું જોઈએ? [આપેલ : હાઇડ્રોજનનું દળ $m_h= 1.67 \times 10^{-27}\, kg $]
$10^{-23}\,\, C$
$10^{-37 }\,\,C$
$10^{-47}\,\, C$
$10^{-20} \,\,C$
$a$ બાજુવાળા ચોરસ ના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?
કુલંબનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે શાથી સુસંગત છે ?
$m$ દળ ધરાવતા અને $q$ વિદ્યુતભાર ધરાવતા બે ગોળાને આકૃતિ મુજબ બાંધેલા છે.જો ખૂણો $\theta$ સૂક્ષ્મ હોય,તો $X$ = _____
બે બિંદુવત વિદ્યુતભારો $q_2$ = $3 \times 10^{-6}\ C$ અને $q_1$ =$ 5 \times 10^{-6}\ C$ એ $B \,(3, 5, 1)\ m $ આગળ અને $A\, (1, 3, 2)\ m$ આવેલા છે. $q_2$ ના લીધે $q_1$ પર બળનું મૂલ્ય શોધો.
બે એકસમાન વાહક ગોળા $A$ અને $B$ પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ $F$ છે. ત્રીજો સમાન વાહક ગોળો $C$ જે વિજભારરહિત છે તેને પહેલા $A$ ગોળા અને પછી $B$ ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે $A$ અને $B$ ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે?