એક વિદ્યાર્થી $100$ મોટવણી ધરાવતા માઈક્રોસ્કૉપ વડે માનવ-વાળ $(Hair)$ ની જાડાઈ માપે છે. તે $20$ અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઈક્રોસ્કોપનાં દશ્યક્ષેત્રમાં વાળની જાડાઈ $3.5\, mm$ છે, તો વાળની અંદાજિત જાડાઈ $mm$ માં કેટલી હશે?
$0.35$
$3.5$
$0.0035$
$0.035$
લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે ?
$(a)$ વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં $20$ વિભાગ છે.
$(b)$ એક સ્ક્રૂગેજ જેનું પેચઅંતર $1 \,mm$ અને વર્તુળાકાર સ્કેલ પર $100$ વિભાગ છે.
$(c)$ એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગલંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે.
કોઈ સ્ટીલના દડાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપતા મુખ્ય સ્કેલ $(MS)$ પર $0. 1\,cm$ અને ગૌણ સ્કેલ $(VS)$ નો $10$ મો કાપો મુખ્ય સ્કેલના $9$ માં કાપા સાથે એકરૂપ થાય છે. દડા ના એવા ત્રણ માપન નીચે પ્રમાણે છે:
ક્રમાંક | મુખ્ય સ્કેલનું માપ $(cm)$ | ગૌણ સ્કેલના કાપા |
$(1)$ | $0.5$ | $8$ |
$(2)$ | $0.5$ | $4$ |
$(3)$ | $0.5$ | $6$ |
જો શૂન્યાંક ત્રુટિ $- 0.03\,cm$ હોય, તો સુધારેલો સરેરાશ વ્યાસ ........... $cm$ થાય.
ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવા માટે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. જો $1 \,cm$ ના મુખ્ય સ્કેલ ઉપર $40$ કાપાઓ આવેલા હોય અને $50$ વર્નિયર સ્કેલ પરના કાપાઓ મુખ્ય સ્કેલ પરના $49$ કાપાઓ સાથે બંધ બેસતા હોય, તો ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લધુત્તમ માપશક્તિ ............. $\times 10^{-6} \,m$. હશે.
એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના $(N+1)$ વિભાગો મુખ્ય સ્ક્રેલના $N$ વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો $1$ $MSD$ એ $0.1 \mathrm{~mm}$ દર્શાવે તો વર્નિયર અચળાંક ($cm$ માં). . . . . . . છે