સ્ક્રૂ ગેજની મદદથી માપેલ એક તારનો વ્યાસ $ 0.01\, mm$ જેટલું સૂક્ષ્મ મૂલ્ય ધરાવે છે. નીચેના પૈકી કયું મૂલ્ય વ્યાસને દર્શાવવા માટે સાચું છે?
$0.1\,mm$ લધુત્તમ માપ શક્તિવાળા વર્નિયર કેલીપરના પ્રયોગમાં જ્યારે બે પાંખિયા એકબીજા સાથે જોડાય છે, ત્યારે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી તરફ અને વર્નિયરનો $6$ મો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે સંપાત થાય છે. જ્યારે ગોળીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો $3.2\,cm$ અને $3.3\,cm$ અંકનની વચ્ચે અને વર્નિયરનો $4$મો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે સંપાત થાય છે. ગોળીય પદાર્થનો વ્યાસ ........$cm$ માપવામાં આવે છે.
એલ્યુમિનિયમની એક પાતળી તકતીની જાડાઇ માપવા માટે $0.5\;mm$ ના પીચ અને વર્તુળાકાર સ્કેલના $50$ કાપાં ધરાવતો એક સ્કુગેજ ઉપયોગમાં લેવાય છે. તકતી રાખ્યા વગર સ્કુગેજને પૂરો બંધ કરવા વર્તુળાકાર સ્કેલનો $45$ માં કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય સાથે સંપાત થાય છે અને મુખ્ય સ્કેલનો શૂન્ય મુશ્કેલીથી દેખાય છે. તકતી રાખ્યા બાદ સ્કુગેજને બંધ કરતા મુખ્ય સ્કેલ પરનો $0.5\, mm$ તથા વર્તુળાકાર સ્કેલ પર $25$ મો કાંપા વંચાય છે. આ તકતીની જાડાઇ ....... $mm$ થશે.
એક તારનો વ્યાસ માપવા વપરાતા એક સ્ક્રુ ગેજ નીચે પ્રમાણેનાં અવલોકનો દર્શાવે છે
મુખ્ય માપનું અવલોકન: $0\;mm$
વર્તુળાકાર માપનું અવલોકન: $52$ મો કાપો મુખ્ય માપ પરનો $1\;mm$ વર્તૂળાકારનાં $100$ કાપા બરાબર છે તેમ આપેલું છે. ઉપરોક્ત માહિતી પરથી તારનો વ્યાસ કેટલો થાય?