એક વિદ્યાર્થી એક પ્રયોગ કર્યા પછી અનુક્રમે $R_1, R_2$ અને $R_3$ અવરોધના નિક્રોમ તારના ત્રણ નમૂના માટે $V-I$ ગ્રાફ આલેખિત કરે છે. (આકૃતિ.) નીચે પૈકી કયું સત્ય છે ?
${R_1} = {R_2} = {R_3}$
${R_1} > {R_2} > {R_3}$
${R_1} < {R_2} < {R_3}$
${R_2} > {R_3} > {R_1}$
કોઈ દ્રવ્યની વિદ્યુત અવરોધતા એટલે શું ? તેનો એકમ શું છે ? વિદ્યુત સુવાહક તારના અવરોધ પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ કરવા માટે જરૂરી પ્રયોગનું વર્ણન કરો.
$1/5\,\Omega $ નો એક એવા પાંચ અવરોધોનો ઉપયોગ કરી મહત્તમ કેટલો અવરોધ બનાવી શકાય ?
દ્રવયની અવરોધકતાનો $SI$ એકમ કયો છે?
એક વિદ્યુત-પરિપથમાં $100 \,W$ ના ત્રણ વીજળીના બલ્બને શ્રેણીમાં જોડેલા છે. બીજા એક અન્ય વિદ્યુત-પરિપથમાં તેટલા જ પાવરના એટલે કે $100$ $W$ ના બીજા ત્રણ બલ્બ એકબીજાને સમાંતરમાં સમાન વિદ્યુતસ્ત્રોત સાથે જોડેલા છે. શું બંને પરિપથોમાં બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે ? તમારા ઉત્તરને સમર્થન આપો.
વિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન $5\, A$ દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?