વિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન $5\, A$ દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$R=\rho \frac{l}{A}$ સૂત્રનો ઉપયોગ કરો. 

$V = R I$ સૂત્રનો પણ ઉપયોગ કરો. 

$R$ ની કિંમત બમણી થાય છે જ્યારે $V$ ની કિંમત બદલાતી નથી. આથી વિદ્યુતપ્રવાહ $\frac {I}{2}$ જેટલો થાય છે.

Similar Questions

કોઈ એવા વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા $4 \,\Omega $ ના બે અવરોધો સાથે શ્રેણીમાં $2\,\Omega $ ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. $ 2\,\Omega $ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા $4\,\Omega $ ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો. 

$2\,\Omega $ અને $4\,\Omega $ અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ...

જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $I$ માં $100$ ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ..........$\%$ હોય છે.

એક વિદ્યુત-પરિપથમાં $100 \,W$ ના ત્રણ વીજળીના બલ્બને શ્રેણીમાં જોડેલા છે. બીજા એક અન્ય વિદ્યુત-પરિપથમાં તેટલા જ પાવરના એટલે કે $100$ $W$ ના બીજા ત્રણ બલ્બ એકબીજાને સમાંતરમાં સમાન વિદ્યુતસ્ત્રોત સાથે જોડેલા છે. શું બંને પરિપથોમાં બલ્બ સમાન પ્રકાશથી પ્રકાશિત થશે ? તમારા ઉત્તરને સમર્થન આપો.

$5\Omega$ના અવરોધક તારના એકસરખા પાંચ ટુકડા કરી તેમને સમાંતર જોડવામાં આવે, તો તેમનો સમતુલ્ય અવરોધ $...............$થશે.