$200$ ગ્રામ દળનો અને $1.5\, m$ લંબાઈનો એક સીધો તા૨ $2 \,A$ વિધુતપ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ (આકૃતિ )માં હવામાં લટકતો $(Suspended)$ રાખેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?

900-1

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમીકરણ  પરથી, આપણને ઉર્ધ્વદિશામાં લાગતું $IlB$ મૂલ્યનું બળ મળે. હવામાં લટકવા માટે, આ બળ ગુરુત્વીય બળને સમતોલતું હોવું જોઈએ :

$m g =I l B$

$B =\frac{m g}{I l}$

$=\frac{0.2 \times 9.8}{2 \times 1.5}=0.65 \,T$

નોંધો કે તારની એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન $m/l$ આપેલ હોત તો તે પણ પુરતું હતું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે $4 \times {10^{ - 5}}T$ છે, જે આપણે અવગણ્યું છે.

Similar Questions

કારની બૅટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર $300\; A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે (થોડાક સમય માટે). આ તાર $70\; cm$ લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર $1.5\; cm$ હોય તો એકમ લંબાઈદીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? આ બળ આકર્ષ કે અપાકર્ષી હશે?

$40\,g$ દળ અને $50\,cm$ લંબાઈ ધરાવતા એક સુરેખ તાર $AB$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે $0.40\,T$ નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... $A$ મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. ($g =10\,ms ^{-2}$ લો)

  • [JEE MAIN 2023]

બે લાંબા પાતળા $d$ અંતરે રહેલા સમાંતર તારમાંથી સમાન દિશામાં $i$ જેટલો પ્રવાહ વહેતો હોય તો ....

  • [AIEEE 2005]

પ્રવાહધારીત એક બંધ લૂપ $PQRS$ ને એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. જો $PS, SR$ અને $RQ$ બાજુ પર ચુંબકીય બળ $F _{1}, F _{2}$ અને $F _{3}$ હોય અને કાગળના સમતલમાં અને દર્શાવેલ દિશામાં હોય, તો $QP$ બાજુ પર લાગતું બળ કેટલું હશે?

  • [AIPMT 2008]

$r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ અને વ્યાસ પરના તારમાં સમાન પ્રવાહ $i$ વહે છે, તો કેન્દ્ર પર રહેલા $P$ ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

  • [AIIMS 2019]