$40\,g$ દળ અને $50\,cm$ લંબાઈ ધરાવતા એક સુરેખ તાર $AB$ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે $0.40\,T$ નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... $A$ મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. ($g =10\,ms ^{-2}$ લો)
$4$
$2$
$6$
$8$
બે લાંબા સમાંતર તાર એકબીજાથી $1\, m$ અંતરે છે. બન્નેમાંથી એક એમ્પિયર પ્રવાહ વહે છે. તેમની વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું આકર્ષણ બળ કેટલું હશે?
એક ચોરસ લૂપ $ABCD$ માંથી $i $ પ્રવાહ પસાર થાય છે, તેને $I$ પ્રવાહધારીત રેખીય વાહકતાર $XY$ ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?
બે લાંબા પાતળા $d$ અંતરે રહેલા સમાંતર તારમાંથી સમાન દિશામાં $i$ જેટલો પ્રવાહ વહેતો હોય તો ....
$4 \,cm$ ત્રિજયા અને $50$ આંટા ધરાવતી કોઇલમાં $2 \,A$ પ્રવાહ પસાર કરીને $0.1\, weber/{m^2} $ ના ચુંબકીયક્ષેત્રમાં મૂકેલી છે.સમતોલન સ્થિતિમાંથી $ 180^\circ $ ના ખૂણે ફેરવવા કેટલા .......$J$ કાર્ય કરવું પડે?
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?