એક પદાર્થનો વેગ એ $v=\frac{t^2}{10}+20$ સમીકરણના આધારે સમય પર આધાર રાખે છે. પદાર્થ નીચેમાંથી ક્યાં પ્રકારની ગતિ કરે છે ?
ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.
પદાર્થની ગતિ પ્રવેગી હોય પણ તેને નિયમિત ગતિ કહેવાય તેનું ઉદાહરણ આપો.
કોઈ $(t)$ સમયે એક કણનું સ્થાન $(x)$ એ $x(t) = 4t^3 -3t^2 + 2$ દ્વારા દર્શાવેલ છે. તો કોઈ $t = 2\, sec$ સમયે તે કણનો પ્રવેગ અને વેગ અનુક્રમે શું હશે?
એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય $t$ પર $\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}$ મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર $\mathrm{x}$ પર $\mathrm{x}^{-\mathrm{n}}$ મુજબ આધાર રાખે છે, જ્યાં $n$ પૂર્ણાંક છે, તો $\mathrm{n}$ નું મૂલ્ય કેટલું હશે?