ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$v \rightarrow t$ ના આલેખનો ઢળ એટલે પ્રવેગ અને ઢળ = $\tan \theta$

$\therefore$ પ્રવેગ $=\tan \theta$

$\therefore \frac{a_{1}}{a_{2}}=\frac{\tan \theta_{1}}{\tan \theta_{2}}=\frac{\tan 30^{\circ}}{\tan 45^{\circ}}$

$\therefore \frac{a_{1}}{a_{2}}=\frac{\frac{1}{\sqrt{3}}}{1}=\frac{1}{\sqrt{3}}$

Similar Questions

પ્રતિપ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે ? 

કણનો સ્થાનાંતર $(x)$ -સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંનું કયું સાયું છે?

એક સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં પદાર્થનો વેગ $v$ એ સમયની સાથે $v=2 t^2 e^{-t}$ તરીક બદલાય છે, જ્યાં $v$ એ $m / s$ અને $t$ સેકંડમાં છે. કયા સમયે પદાર્થનો પ્રવેગ શૂન્ય છે?

એક કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને પ્રથમ $S$ અંતર $f$ પ્રવેગથી કાપે છે, ત્યારબાદ $t$ સમય સુધી અચળ ઝડપે ગતિ કરે છે. ત્યારબાદ $\frac{f}{2}$ ના પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. જો કુલ અંતર $15S$ હોય, તો ....

  • [AIEEE 2005]

એક પદાર્થ $x=0$ સ્થાને સ્થિર સ્થિતિમાં છે. તે $t=0$ સમયે ધન $x$ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ જ સમયે બીજો એક પદાર્થ પણ $x =0$ સ્થાનેથી ધન $x$ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. $t$ સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન $x _{1}(t)$ વડે તથા સમાન સમય અંતરાલ પછી બીજા પદાર્થનું સ્થાન $x _{2}(t)$ વડે અપાય છે. નીચેનામાંથી ક્યો આલેખ $\left( x _{1}- x _{2}\right)$ ને સમય $t$ ના વિધેય તરીકે સાચી રીતે દર્શાવે છે?

  • [AIEEE 2008]