હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમ મૂકવાથી લાગતું બળ કેટલું થાય?
$k^{-1}$ ગણું થાય
બદલાય નહી
$k$ ગણું વધે
$k$ ગણું થાય
$y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots$ પર $1 \,\mu C$ વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર $1 \,C$ વિદ્યૂતભાર પર લાગતું બળ $x \times 10^{3}\, N$ હોય તો $x=$ .........
$5\,\mu C$,$0.16\,\mu C$ અને $0.3\,\mu C$ નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ $A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm $ અને $C A=3\,cm$ અને $A$ એ કાટકોણ હોય તેના શિરોબિંદુ $A, B, C$ પર મૂકવામાં આવેલ છે. $A$ ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે $.........N$ જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.
$1$ કુલંબના બે વિદ્યુતભારોને $1 \,km$ દૂર મૂકવામાં આવે, તો તેમની વચ્ચે લાગતું બળ ............. $N$ હશે.
કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?