કુલંબના નિયમના ઉપયોગથી એકમ વિધુતભારની વ્યાખ્યા આપો.
$SI$ એકમ પદ્ધતિમાં વિદ્યુતભારનો એકમ કુલંબ છે.
$F =k \frac{q_{1} q_{2}}{r^{2}}$ સૂત્રમાં જો $q_{1}=q_{2}=1 C$ અને $r=1\,m$ હોય, તો $F =\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} N$
એક કુલંબની વ્યાખ્યા : "1\,C એ એટલો વિદ્યુતભાર છે કે જે તેટલા જ મૂલ્યના તેના જેવાંજ બીજા વિદ્યુતભારથી શૂન્યાવકાશમાં $1\,m$ અંતરે રાખતાં $9 \times 10^{9}\,N$ નું અપકર્ષણ વિદ્યુતબળ અનુભવે છે."
સગવડતા માટે $k=\frac{1}{4 \pi \epsilon_{0}}$ લેવાય છે.
$\therefore$ કુલંબનો નિયમ $F =\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{1} q_{2}}{r^{2}}$ છે.
એક કુલંબની વ્યાખ્યા : "$1\,C$ એ એટલો વિદ્યુતભાર છે કે જે તેટલા જ મૂલ્યના તેના જેવાંજ બીજા વિદ્યુતભારથી શૂન્યાવકાશમાં $1\,m$ અંતરે રાખતાં $9 \times 10^{9}\,N$ નું અપાકર્ષણ વિદ્યુતબળ અનુભવે છે."
અને $k=\frac{1}{4 \pi \epsilon_{0}}=\frac{1}{4 \times 3.14 \times 8.854158 \times 10^{-12}}$
$k=8.9875 \times 10^{9} Nm ^{2} C ^{-1}$
$\therefore$ વ્યવહારમાં $k=9 \times 10^{9} Nm ^{2} C ^{-1}$ લેવામાં આવે છે.
વિદ્યુતભાર $Q$ એ ચોરસનાં બે વિરુદ્ઘ શિરોબિંદુઓ પર મૂકેલો છે.બાકીનાં બે શિરોબિંદુઓ પર $-q$ જેટલો વિદ્યુતભાર છે.જો વિદ્યુતભાર $Q$ પર લાગતુ પરિણામી બળ શૂન્ય હોય,તો $\frac{Q}{q}$= ______
બે વિદ્યુતભાર $+8q$ અને $-2q$ ને $x=0$ અને $x=L$ મુકતાં વિદ્યુતક્ષેત્ર કયાં બિંદુએ શૂન્ય થશે?
સમાન મૂલ્ય q ધરાવતા બે વિદ્યુતભારો $X-$ અક્ષ પર $ x=-a$ અને $x=a$ આગળ રાખેલ છે. $m$ દળ ધરાવતો અને $q_0=\frac{q}{2}$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ઊગમબિંદુ પર મૂકેલ છે.હવે જો $q_0$ વિદ્યુતભારને $Y-$ અક્ષની દિશામાં શૂક્ષ્મ સ્થાનાંતર $(y < < a) $ આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ _______ ના સમપ્રમાણમાં હશે.
બે બિંદુવત વિદ્યુતભારો $+ 8q$ અને $-2q $ $x = 0$ અને $x = L$ આગળ મૂકેલા છે. આ બે બિંદુવત વિદ્યુતભારોને લીધે $x -$ અક્ષ પરના બિંદુ આગળ ચોખ્ખું વિદ્યુત શૂન્ય ..... હશે.
આકૃતિમાં $A$ આગળના વિદ્યુતભાર પરનું બળ $BC$ ને લંબ દિશામાં ...... હશે.