જ્યારે તરલ સાંકડી નળીમાંથી પસાર થાય છે, ત્યારે તેનો વેગ અને દબાણ પર શું અસર થાય છે ? તે જણાવો ?
તરલ સાંકડી નળીમાંથી પસાર થાય છે, ત્યારે $v \propto \frac{1}{ A }$ મુજબ તેનો વેગ વધે છે તથા વેગ વધતા બર્નુલીના સમીકરણ $P _{1}+\frac{1}{2} \rho v_{1}^{2}= P _{2}+\frac{1}{2} \rho v_{2}^{2}$ મુજબ દબાણ ધટે છે.
સ્થિર તરલ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.
$40\; m/s $ ની ઝડપથી ઘરમાં છતને સમાંતર પવન ફૂંકાય છે. છતનું ક્ષેત્રફળ $250 \;m^2$ છે. ઘરમાં દબાણ, વાતાવરણના દબાણ જેટલું ધારીએ તો છત પર પવન દ્વારા લાગતું બળ અને તેની દિશા શું હશે? ($\rho _{air} $ $=1.2 \;kg/m^3$)
બર્નુલીનું સમીકરણ કેવા તરલને લાગુ પાડી શકાય છે ?
બર્નુલીના સમીકરણની મર્યાદા અને ઉપયોગીતા જણાવો.
બે બાજુ $A$ અને $A'$ આડછેદની ક્ષેત્રફળ ધરાવતી નળી માથી પાણી વહે છે જ્યાં આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $A/A'=5$. જો નળીના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત $3 \times 10^5\, N\, m^{-2}$ હોય તો નળીમાં પાણી .......... $m s^{-1}$ ના વેગથી પ્રવેશ કરે?(ગુરુત્વાકર્ષણની અસરને અવગણો)