સ્થિર તરલ માટે બર્નુલીનું સમીકરણ મેળવો.
બર્નુલીનું સમીકરણ
$P _{1}+\frac{1}{2} \rho v_{1}^{2}+\rho g h_{1}= P _{2}+\frac{1}{2} \rho v_{2}^{2}+\rho g h_{2}$ છે.
જ્યારે તરલ સ્થિર હોય છે ત્યારે દરેક બિંદુએ તેનો વેગ શૂન્ય હોય છે.
ઉપરના સમીકરણમાં $v_{1}=0, v_{2}=0$ લેતાં,
$P _{1}+\rho g h_{1}= P _{2}+\rho g h_{2}$
$\therefore P _{1}- P _{2}=\rho g\left(h_{2}-h_{1}\right)$
બર્નુલીનો પ્રમેય શબ્દોમાં લખો.
મેગ્નસ અસર એ શું છે ?
અરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપરની સપાટી પર હવાની ઝડપ $60 \,m / s$ અને તળિયાની સપાટી નીચે તે $45 \,m / s$ છે. જો હવાની ઘનતા $1.293 \,kg / m ^3$ છે તો દબાણનો તફાવત ............ $N/m^2$ છે
નીચે બે વિધાનો આપ્યાં છે.
વિધાન $I$: જ્યારે પ્રવાહીની ઝડપ દરેક સ્થાને શૂન્ય હોય તો કોઈ બે બિંદૂઓ વચ્ચેનો દબાણ઼ તફ઼ાવત સમી, $P_1-P_2=\rho g\left(h_2-h_1\right)$ ઊપર આધાર રાખે છે.
વિધાન $II$ : દર્શાવેલ વેન્ચ્યુમીટરમાં $2 \mathrm{gh}=v_1^2-v_2^2$ છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજયાના જારમાં $H$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને $h$ ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા $r$ $(r << R)$ છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા $x$ હોય તો ....