યોગ્ય રીતે આકૃતિ દોરી સાપેક્ષ વેગની (Relative velocity) સમજૂતી આપો.
આકૃતિમાં એકબીજાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતી બે જડત્વીય નિર્દેશફ્રેમો $A$ અને $B$ દર્શાવી છે.
ધારો કે એક અવલોકનકાર $A$ માંથી અને બીજો અવલોકનકાર $B$માથી કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરે છે.
ધારો કે $t$ સમયે ગતિ કરતાં $p$ કણનો,નિર્દેશફ્રેમો $A$ અને $B$ ના ઉગમબિંદુની સાપેક્ષે,સ્થાન સદિશ અનુક્રમે
$\overrightarrow{r_{ P , A }}=\overrightarrow{ OP }$ અને $\overrightarrow{r_{ P , B }}= O ^{\prime} P$ છે.તથા $O$ની સાપેક્ષે $O ^{\prime}$નો સ્થાન સદિશ $\overrightarrow{r_{ AB }}=\overrightarrow{ OO ^{\prime}}$ છે.
આકૃતિ પરથી , $\overrightarrow{O P}=\overrightarrow{O O^{\prime}}+\overrightarrow{O^{\prime} P}=\overrightarrow{O^{\prime} P}+\overrightarrow{O O^{\prime}}$
$\therefore \overrightarrow{r_{ P , A }}=\overrightarrow{r_{ B , A }}+\overrightarrow{r_{ P , B }}$
સમયની સાપેક્ષે વિકલન કરતાં,
$\therefore \frac{d}{d t}\left(\overrightarrow{r_{ P , A }}\right)=\frac{d}{d t}\left(\overrightarrow{r_{ P , B }}\right)+\frac{d}{d t}\left(\overrightarrow{r_{ B , A }}\right)$
$\therefore \overrightarrow{v_{ P , A }}=\overrightarrow{v_{ P , B }}+\overrightarrow{v_{ B , A }}$
$\overrightarrow{v_{ P , A }}$ એ નિર્દેશફ્રેમ $A$ની સાપેક્ષે $P-$કણનો વેગ,
$\overrightarrow{v_{ P ,B}}$ એ નિર્દેશફ્રેમ $B$ની સાપેક્ષે $P-$કણનો વેગ,
$\overrightarrow{v_{ P ,B}}$ એ નિર્દેશફ્રેમ $A$ની સાપેક્ષે નિર્દેશફ્રેમ $B$નો વેગ છે.
$\hat i$ તથા $\hat j$ અનુક્રમે $X$ અને $Y$ -અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો $\hat{ i }+\hat{ j }$ તથા $\hat{ i }-\hat{ j }$ નાં મૂલ્યો અને દિશા કઈ હશે ? સદિશ $A =2 \hat{ i }+3 \hat{ j }$ ના $\hat{ i }+\hat{ j }$ તથા $\hat{ i }-\hat{ j } $ ની દિશાઓમાં ઘટક શોધો. (તમે આલેખીય રીતનો ઉપયોગ કરી શકો છો.)
કોઈ વિમાન પૃથ્વીથી $3400 \,m$ ની ઊંચાઈએ ઊડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન કોરા $10\, sec$ માં કપાયેલ અંતર $30^o$ નો કોણ બનાવતું હોય, તો વિમાનની ઝડપ કેટલી હશે ?
અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય. તથા અવલોકનકાર એક હોય અને ગતિ કરતાં પદાર્થો બે હોય.
સ્થાન સદિશ નું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન કઈ ભૌતિક રાશિ આપે છે ?
સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણ આપી આપો.