અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય. તથા અવલોકનકાર એક હોય અને ગતિ કરતાં પદાર્થો બે હોય. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં એકબીજાની સાપેક્ષે અચળ વેગથી  ગતિ કરતી બે જડત્વિય નિર્દેશ્ફ્રેમો $A$ અને $B$ દર્શાવી છે.

ધારો કે એક અવલોકનકાર $A$ માંથી અને બીજો અવલોકનકાર $B$ માંથી કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરે છે.

ધારો કે, $t$ સમયે ગતિ કરતાં $P$ કણનો, નિર્દેશફેમો $A$ અને $B$ ના ઊગમબિંદુની સાપેક્ષે, સ્થાન સદિશ અનુક્રમે $\overrightarrow{r_{ P , A }}=\overrightarrow{ OP }$ અને $\overrightarrow{r_{ P , B }}= O ^{\prime} P$ છે તથા $O$ ની સાપેક્ષે $O ^{\prime}$ નો સ્થાન સદીશ $\overrightarrow{r_{ AB }}=\overrightarrow{ OO ^{\prime}}$ છે.

આકૃતિ પરથી, $\overrightarrow{ OP }=\overrightarrow{ OO ^{\prime}}+\overrightarrow{ O ^{\prime} P }=\overrightarrow{ O ^{\prime} P }+\overrightarrow{ OO ^{\prime}}$

$\therefore \overrightarrow{r_{ P , A }}=\overrightarrow{r_{ B , A }}+\overrightarrow{r_{ P , B }}$

સમયની સાપેક્ષે વિકલન કરતાં,

$\therefore \frac{d}{d t}\left(\overrightarrow{r_{ P , A }}\right)=\frac{d}{d t}\left(\overrightarrow{r_{ P }, B }\right)+\frac{d}{d t}\left(\overrightarrow{r_{ B }, A }\right)$

$\therefore \overrightarrow{v_{ P , A }}=\overrightarrow{v_{ P , B }}+\overrightarrow{v_{ B , A }}$

$\overrightarrow{v_{ P , A }}$ એ નિર્દેશફ્રેમ $A$ની સાપેક્ષે $P-$કણનો વેગ,

$\overrightarrow{v_{ P ,B}}$ એ નિર્દેશફ્રેમ $B$ની સાપેક્ષે $P-$કણનો વેગ,

$\overrightarrow{v_{ P ,B}}$ એ નિર્દેશફ્રેમ $A$ની સાપેક્ષે  નિર્દેશફ્રેમ $B$નો વેગ છે.

Similar Questions

સ્થાન સદિશ નું સમયની સાપેક્ષ પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન કઈ ભૌતિક રાશિ આપે છે ?

કોઇ એક ઊંચાઇએથી કણ $A$ ને છોડવામાં આવે અને બીજા કણ $B$ ને સમક્ષિતિજ દિશામાં $5\, m/s$ ની ઝડપથી સમાન ઊંચાઈએથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2002]

એક કણ $\vec v = K(y\hat i + x\hat j)$ વેગથી ગતિ કરે છે. જ્યાં $K$ એક અચળાંક છે. તેનાં પથનું સામાન્ય સમીકરણ ........ થાય.

  • [AIEEE 2010]

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(1)$ વેગનો શિરોલંબ ધટક શૂન્ય $(a)$ પરવલયાકાર પથને સ્પર્શકરૂપે
$(2)$ રેખીય વેગ $(b)$ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગના મહત્તમ બિંદુ

જો બે સમાન મૂલ્યના બળો કોઈ પદાર્થ પર પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવવામાં આવે તો....

  • [AIIMS 2009]