બે સમાન તાર પર સમાન બાલ લગાવતા લંબાઈમાં થતો વધારો $0.1mm$ અને $0.05mm$ છે જો પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $4\, mm^2 $ હોય તો બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ ..... $mm^2$ હોવું જોઈએ.
$6$
$8$
$10$
$12$
સમાન દ્રવ્યના બે તારની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને વ્યાસનો ગુણોત્તર $2 : 1$ છે.તેના પર $F_A$ અને $F_B$ બળ લાગતાં લંબાઇમાં સમાન વધારો થાય છે,તો $\frac{F_A}{F_B} =$
સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?
સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?
$600.5\, cm$ લંબાઈના તાર પર શિરોલંબ $200\, kg$ નો વજન લટકાવેલ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $1\,m{m^2}$ છે.જ્યારે વજન દુર કરવામાં આવે ત્યારે તાર $0.5\, cm$ ખેંચાઈ છે તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો થાય ?
સમાન આડછેદ ધરાવતા $1.0\, m$ લંબાઈના કોપરના અને $0.5\, m$ લબાઈના સ્ટીલના તારને જોડેલા છે.આ તારને અમુક તણાવ આપીને ખેચતા કોપરના તારમાં $1\, mm$ નો વધારો થાય છે.જો કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલૂસ અનુક્રમે $1.0\times10^{11}\, Nm^{-2}$ અને $2.0\times10^{11}\, Nm^{- 2}$ હોય તો તારની લંબાઈમાં કુલ ....... $mm$ વધારો થયો હશે.