$600.5\, cm$ લંબાઈના તાર પર શિરોલંબ $200\, kg$ નો વજન લટકાવેલ છે. તારના આડછેદનું ક્ષેત્રફળ $1\,m{m^2}$ છે.જ્યારે વજન દુર કરવામાં આવે ત્યારે તાર $0.5\, cm$ ખેંચાઈ છે તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો થાય ?
$2.35 \times {10^{12}}\,N/{m^2}$
$1.35 \times {10^{10}}\,N/{m^2}$
$13.5 \times {10^{11}}\,N/{m^2}$
$23.5 \times {10^9}\,N/{m^2}$
$4.7\, m$ લંબાઈ અને $3.0 \times 10^{-5}\, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા $3.5\, m$ લંબાઈ અને $4.0 \times 10^{-5}\, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, તો સ્ટીલ અને તાંબાનાં યંગ મૉડ્યુલસનો ગુણોત્તર શું હશે ?
એક તાર જેના આડછેડનું ક્ષેત્રફળ $4 \;mm^2$ છે તેના પર વજન લટકાવતા તેની લંબાઈમાં $0.1 \,mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાંથી બનાવેલા તાર જેની લંબાઈ પહેલા તાર જેટલી પરંતુ આડછેડનું ક્ષેત્રફળ $8 \;mm^2$ હોય તેના પર સમાન બળ લગાવતા તેની લંબાઈ ......... $mm$ વધે.
એક હાથીના દાંતમાંથી બનાવેલ બોલ અને બીજો ભીની માટીમાંથી બનાવેલ બોલ સમાન પરિમાણના છે. તેમને સરખી ઊંચાઈએથી સપાટી પર પડવા દેવામાં આવે છે, તો તેમાં કયો બોલ સપાટી પર અથડાયા બાદ વધારે ઊંચે જશે ? શાથી ?
એક સ્ટીલના સળિયાની લંબાઈ $1\,m$ અને આડછેદનું ક્ષેત્રફળ $1\,cm^2$ છે. આ તારને $0\,^oC$ થી $200\,^oC$ સુધી ગરમ કરવા દેવામાં આવે પણ સળિયાની લંબાઈમાં વધારો થતો નથી કે સળિયો વાંકો વળતો નથી, તો સળિયામાં ઉદ્ભવતું તણાવ શોધો. $(Y = 2.0 \times 10^{11}\,Nm^{-2}$, $\alpha = 10^{-5} C^{-1}$ છે.$)$
એક ધાતુ માટે આંતરઆણ્વિય અંતર $3 \times {10^{ - 10}}\,m$ છે.જો આંતરિક અણું માટે બળ અચળાંક $3.6 \times {10^{ - 9}}\,N/{{\buildrel _{\circ} \over {\mathrm{A}}} }$,હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય $N/{m^2}$ માં કેટલું થાય?