બે પ્રક્ષિત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ કોણે ફેંકવામાં આવે છે. તેઓની અવધિઓનો ગુણોત્તર $.........$ છે.
$1: \sqrt{2}$
$\sqrt{2}: 1$
$2: \sqrt{3}$
$\sqrt{3}: 2$
$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા $T$ સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે $'\theta'$ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $4R$ છે. પ્રક્ષિપ્ત કોણ $\theta$ $......$ વડે આપી શકાય.
પ્રક્ષિપ્ત ગતિમાં મહત્તમ ઊંચાઇએ પદાર્થનો વેગ કેટલો થાય?
એક સમતલ રસ્તા પર અચળ ઝડપે ગતિ કરતી ખુલ્લી કારમાં એક છોકરો એક દડાને શિરોલંબ હવામાં ઊછાળે છે અને ફરીથી પાછો કેચ કરે છે, તો કુટપાથ પર ઊભેલા બીજા છોકરા વડે આ દડાની ગતિનો ગતિપથ કેવો દેખાશે ? તમારા જવાબના સમર્થનમાં યોગ્ય સમજૂતી આપો.
કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. સમય $(t)$ સાથે ગતિપથના ઢાળ $(m)$ માં થતો ફેરફાર જણાવો
એક કણને $u$ ઝડપથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. જો $t_1$ અને $t_2$ સમયે તે જમીનથી સમાન ઊચાઈએ હોય તો $t_1$ અને $t_2$ વચ્ચેની તેની સરેરાશ વેગ શોધો